મુશ્કેલી@વડાલી: કરેલ નદી ઓવરફ્લો થતાં ફરી એકવાર પુલની માંગ ઉઠી

અટલ સમાચાર, વડાલી કોરોના મહામારી વચ્ચે સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડાલી પંથકની કરેલ નદી ઓવરફ્લો થઇ છે. નદીમાં પાણી આવતા સ્થાનિક વિસ્તારના લોકોએ ફરી એક વખત પુલની માંગ કરી હતી. જો કોઇ પગલા લેવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. આ મામલે ભૂતકાળમાં વહીવટી પ્રશાસન અને ધારાસભ્યથી લઇ સાંસદ સુધી
 
મુશ્કેલી@વડાલી: કરેલ નદી ઓવરફ્લો થતાં ફરી એકવાર પુલની માંગ ઉઠી

અટલ સમાચાર, વડાલી

કોરોના મહામારી વચ્ચે સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડાલી પંથકની કરેલ નદી ઓવરફ્લો થઇ છે. નદીમાં પાણી આવતા સ્થાનિક વિસ્તારના લોકોએ ફરી એક વખત પુલની માંગ કરી હતી. જો કોઇ પગલા લેવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. આ મામલે ભૂતકાળમાં વહીવટી પ્રશાસન અને ધારાસભ્યથી લઇ સાંસદ સુધી રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ પગલાં ન લેવાતા સ્થાનિકોએ ભૂતકાળમાં ચૂંટણી બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વડાલી વિસ્તારના લોકો ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા છે. આ તરફ સતત 3 દિવસથી થઇ રહેલા અવિરત વરસાદને પગલે કરેલ નદીમાં પાણી આવતા પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે નદી પાર કરવી મોટી સમસ્યા સમાન બની રહેલી છે. જો કે, આ નદી ઉપર પુલ બનાવવા અગાઉ કરેલી રજૂઆતોનો કોઇ ઉકેલ નહી આવતાં પંથકના રહીશોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

મુશ્કેલી@વડાલી: કરેલ નદી ઓવરફ્લો થતાં ફરી એકવાર પુલની માંગ ઉઠી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં વહીવટી પ્રશાસન અને ધારાસભ્યથી લઇ સાંસદ સુધી રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ પગલાં ન લેવાતા સ્થાનિકોએ ભૂતકાળમાં ચૂંટણી બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે ફરી એક વખત સ્થાનિકોએ નદી પર પુલ બનાવવાની માગ કરી છે. તેમજ માગ ન સંતોષાય તો આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.