સુરતઃ ભયાનક આગની જ્વાળા ફરી ભભૂકી, વેપારીઓ ચોધાર આસુંએ રડી પડ્યા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં ગઈકાલે સવારે રઘુવીર કાપડ માર્કેટમાં મોટી આગ લાગી હતી. આ આગનો બનાવ જોઈને લોકોને તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગ યાદ આવી ગઈ. જોકે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. પરંતુ આજના અપડેટ એ છે કે, 30 કલાક વીતી ગયા છતા પણ રઘુવીર માર્કેટમાં લાગેલી
 
સુરતઃ ભયાનક આગની જ્વાળા ફરી ભભૂકી, વેપારીઓ ચોધાર આસુંએ રડી પડ્યા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં ગઈકાલે સવારે રઘુવીર કાપડ માર્કેટમાં મોટી આગ લાગી હતી. આ આગનો બનાવ જોઈને લોકોને તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગ યાદ આવી ગઈ. જોકે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. પરંતુ આજના અપડેટ એ છે કે, 30 કલાક વીતી ગયા છતા પણ રઘુવીર માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવી શકી નથી. નાની નાની જગ્યાઓએ આગ લાગવાનું હજી પણ ચાલુ જ છે. ફાયરની તમામ ગાડીઓ હજી પણ ઘટના સ્થળે છે. ગઈકાલે આખી રાત ફાયર દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો, છતા આગ હજી પણ બેકાબૂ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં ગઈકાલે લાગેલી આગ બાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી કરાયા બાદ બિલ્ડીંગ સીલ કરવામાં આવશે. ભીષણ આગને કારણે 300 કરોડથી વધુનું નુકસાન થયું છે. ત્યારે કરોડોના નુકસાનીનો સામનો કરી રહેલા વેપારીઓ આજે ચોધાર આસુંએ રડી રહ્યાં છે. નુકસાનીનો સામનો કરતાં વેપારીઓ મીડિયાની સામે પોતાના આસું રોકી શક્યા ન હતા. ત્યારે સવાલ એ છે કે, કોણ વેપારીઓના આ નુકસાનની ભરપાઈ કરશે?

આ ભીષણ આગમાં 4 કરોડ લીટર પાણીનો મારો કર્યો છે છતાં પણ આગ કાબુમાં આવી નથી રહી. આટલા કલાકો બાદ પણ 60 જેટલા ફાયર ફાઇટર સાથે 250 જવાન હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આખી રાત અહીં આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગઇકાલે આ આગને બુઝાવવા માટે 90થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતાં. 200 ફાયર જવાનોનો કાફલો આગ પર કાબૂ મેળવવા કલાકોથી મથામણ કરી રહ્યાં છે.