વળાંક@પાટણ: DDOના સ્વભાવ વિરુદ્ધ પ્રમુખ, વિકાસ અને ભલામણની સચ્ચાઈ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લા પંચાયતના સત્તાધીશોને લગત આજે ખૂબ લાંબા સમય બાદ મોટી ઘટના સામે આવી છે. ડીડીઓના સ્વભાવ વિરુદ્ધ પ્રમુખના ચોંકાવનારા નિવેદનો આવ્યા છે. સ્વભાવને કારણે જિલ્લાનો વિકાસ ધીમો પડ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હકીકતે પ્રમુખની ભલામણ અને વહીવટી ગતિવિધિ વચ્ચે મોટી ગેપ રહેતાં દિલનો ઉભરો આવ્યો છે. જેનાથી આગામી દિવસમાં અનેક
 
વળાંક@પાટણ: DDOના સ્વભાવ વિરુદ્ધ પ્રમુખ, વિકાસ અને ભલામણની સચ્ચાઈ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પંચાયતના સત્તાધીશોને લગત આજે ખૂબ લાંબા સમય બાદ મોટી ઘટના સામે આવી છે. ડીડીઓના સ્વભાવ વિરુદ્ધ પ્રમુખના ચોંકાવનારા નિવેદનો આવ્યા છે. સ્વભાવને કારણે જિલ્લાનો વિકાસ ધીમો પડ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હકીકતે પ્રમુખની ભલામણ અને વહીવટી ગતિવિધિ વચ્ચે મોટી ગેપ રહેતાં દિલનો ઉભરો આવ્યો છે. જેનાથી આગામી દિવસમાં અનેક ઘટસ્ફોટ થઇ શકે તેવી સંભાવના બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુ પ્રજાપતિ આજે અચાનક મિડિયા સમક્ષ આવ્યા હતા. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખ વિરુદ્ધ અત્યંત નારાજગી દર્શાવી ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ગ્રામ પંચાયતોને મળતી રેતી કંકણની ગ્રાન્ટના કામોમાં ખામીઓ કાઢી વિકાસ ધીમો પાડતાં હોવાનો દાવો કર્યો છે. આ સાથે બદલીઓ અને ભરતીમાં વહીવટી પ્રક્રિયા મંદ પાડતાં હોવાનો સનસનીખેજ આરોપ મૂકતાં ખળભળાટ મચી ગયો છે. જોકે આ તરફ ડીડીઓએ જે કહ્યું તેનાથી તદ્દન નવી બાબતો સામે આવી છે. ભલામણો હેઠળના કામો કરાવવા ઉતાવળિયું વલણ થાય છે.

વળાંક@પાટણ: DDOના સ્વભાવ વિરુદ્ધ પ્રમુખ, વિકાસ અને ભલામણની સચ્ચાઈ

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રમુખ વિનુ પ્રજાપતિ ભરતી અને બદલી બાબતે અનેકવાર ભલામણો કરતા હોય છે. જેમાં એક તરફ ઉતાવળ અને બીજી તરફ ફુંકી ફુંકીને આગળ વધવાનાં વલણ વચ્ચે હવે તાલમેલ ખોરવાઈ ગયો છે. જેના કારણે વિકાસ કામોમાં ડીડીઓ અને પ્રમુખનો સ્વભાવ ભારે મથામણ વચ્ચે બેલેન્સ ગુમાવી ચૂક્યો હોવાનું કારણ સૌથી વધુ ચર્ચામાં છે. આવી સ્થિતિ યથાવત રહે તો પ્રમુખ ધરણાંની તૈયારીમાં તો ડીડીઓ વહીવટી પ્રક્રિયામાં વધુ મજબૂત બને ? આ સવાલો વધુ ઘટસ્ફોટ ઉભા કરી શકે તેમ છે.