વળાંક@દિયોદર: લોકરક્ષકમાં મહિલાઓની સામે પુરૂષોની સીટો વધારવા માંગ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં નોકરી મેળવવા તલપાપડ સફળ ઉમેદવારોની તમન્ના વચ્ચે વારંવાર વળાંકો આવી રહ્યા છે. અનામત અને બિન અનામત વર્ગની રજૂઆતનું કોકડું ઉકેલવાની દિશામાં લીધેલ નિર્ણયથી પુરૂષોની રજૂઆત સામે આવી છે. રાજ્ય સરકારે મહિલા વર્ગની સીટોમાં વધારો કર્યા બાદ કાયદાકીય જોગવાઇ મુજબ પુરૂષોની સીટો પણ વધારવામાં આવે તેવી માંગ સાથે
 
વળાંક@દિયોદર: લોકરક્ષકમાં મહિલાઓની સામે પુરૂષોની સીટો વધારવા માંગ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં નોકરી મેળવવા તલપાપડ સફળ ઉમેદવારોની તમન્ના વચ્ચે વારંવાર વળાંકો આવી રહ્યા છે. અનામત અને બિન અનામત વર્ગની રજૂઆતનું કોકડું ઉકેલવાની દિશામાં લીધેલ નિર્ણયથી પુરૂષોની રજૂઆત સામે આવી છે. રાજ્ય સરકારે મહિલા વર્ગની સીટોમાં વધારો કર્યા બાદ કાયદાકીય જોગવાઇ મુજબ પુરૂષોની સીટો પણ વધારવામાં આવે તેવી માંગ સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. જેને લઇ લોકરક્ષકની ભરતીમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વળાંક@દિયોદર: લોકરક્ષકમાં મહિલાઓની સામે પુરૂષોની સીટો વધારવા માંગ

બનાસકાંઠા જીલ્લાના દિયોદર પંથકના સર્વસમાજના યુવાનોએ મોટી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં રજૂઆતના વિષયનો અભ્યાસ કરતા લોકરક્ષકની ભરતી પ્રક્રિયા સામે થતાં તબક્કાવાર સુધારા પ્રશ્નો ઉભા કરી રહ્યાનું સામે આવ્યુ છે. જીઆરડીના ઠરાવથી ઉભા થયેલા વિવાદને ઠારવા રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયામાં મહિલાઓની સંખ્યામાં 2485 સીટોનો વધારો કર્યો હતો. જેથી 67 ટકા લેખે પુરૂષોની સંખ્યા ઘટી હોવાનું સમજી દિયોદરના સ્થાનિક રજૂઆતકર્તાઓએ માંગ કરી છે. જેમાં પુરૂષોની સીટો વધારી આપવા રજૂઆત કરાઇ છે.

વળાંક@દિયોદર: લોકરક્ષકમાં મહિલાઓની સામે પુરૂષોની સીટો વધારવા માંગ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારે લોકરક્ષકની ભરતીમાં મહિલાઓની નારાજગી ખાળવાં સીટોનો વધારો કર્યા બાદ પુરૂષ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. કુલ ભરતીમાં 33 ટકા બાદ કરતા વધતી સીટોમાં પુરૂષ ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આધાર લઇ રજૂઆત કરી છે. સ્થાનિક ઉમેદવારોએ દિયોદર વહીવટી તંત્ર મારફત રાજ્ય સરકારને પુરૂષોની સીટી કાયદાકીય જોગવાઇ મુજબ કરવા રજૂઆત કરી છે.