ઝટકો@કોંગ્રેસ: ધંધુકાના પૂર્વ કોંગી ધારાસભ્યએ આખરે કેસરિયો કરી BJPમાં ઝંપલાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોએ યોજાનારી પેટાચૂંટણી વચ્ચે આજે કોંગ્રેસને ફટકો પડ્યો છે. આજે લીંબડીમાં ધંધુકાના પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય લાલજી મેરે કેસરિયો ધારણ કર્યો છે. રાજ્યમાં ચૂંટણી સમયે ફરી નેતાઓનું પક્ષાંતરણ જોવા મળી રહ્યું છે.ધંધૂકાના પૂર્વ MLA લાલજી મેરની પેટાચૂંટણીમાં ઘર વાપસી થઇ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
 
ઝટકો@કોંગ્રેસ: ધંધુકાના પૂર્વ કોંગી ધારાસભ્યએ આખરે કેસરિયો કરી BJPમાં ઝંપલાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોએ યોજાનારી પેટાચૂંટણી વચ્ચે આજે કોંગ્રેસને ફટકો પડ્યો છે. આજે લીંબડીમાં ધંધુકાના પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય લાલજી મેરે કેસરિયો ધારણ કર્યો છે. રાજ્યમાં ચૂંટણી સમયે ફરી નેતાઓનું પક્ષાંતરણ જોવા મળી રહ્યું છે.ધંધૂકાના પૂર્વ MLA લાલજી મેરની પેટાચૂંટણીમાં ઘર વાપસી થઇ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલુ ગુજરાતમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ધારાસભ્યો જોડાતાં રાજ્યમાં હાલ પેટાચૂંટણી આવી છે. ત્યારે ધંધુકાના પૂર્વ MLA લાલજી મેર ભાજપમાં જોડાયાં છે. નોંધનિય છે કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી લીંબડી બેઠક પરથી અન્ય સમાજના ઉમેદવારને ટીકીટ આપી છે. ભાજપ દ્વારા કિરિટસિંહ રાણા વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર છે. આજરોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યક્રમમાં ધંધૂકાના પૂર્વ MLA લાલજી મેર કોળી સમાજના 20થી વધુ આગેવાનો સાથે ભાજપમાં જોડાયાં છે.