ઝટકોઃ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

અટલ સમાચાર, ડેસ્ક સરકારી ઓઇલ કંપનીઓએ આજ ફરી આમ આદમીને ઝટકો આપ્યો છે. આજે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરાયો છે. પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતમાં આજે 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 104.79 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત 93.52 રૂપિયા
 
ઝટકોઃ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી ઓઇલ કંપનીઓએ આજ ફરી આમ આદમીને ઝટકો આપ્યો છે. આજે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરાયો છે. પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતમાં આજે 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 104.79 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત 93.52 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ મહિને પેટ્રોલ-ડીઝલની કિંમત લગભગ દરરોજ વધી છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતના 10 દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 3.30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે.

દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

>> દિલ્હી પેટ્રોલ 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 110.75 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઇ પેટ્રોલ 102.10 રૂપિયા અને ડીઝલ 97.93 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 105.43 રૂપિયા અને ડીઝલ 96.63 રૂપિયા પ્રતિ લીટર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

>> અમદાવાદ – પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 100.76 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત – પેટ્રોલ 101.34 રૂપિયા અને ડીઝલ 100.64 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ – પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 100.48 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા – પેટ્રોલ 101.02 રૂપિયા અને ડીઝલ 100.28 રૂપિયા પ્રતિ લીટર
(ભાવ petroldieselprice વેબસાઇટ પ્રમાણે)

આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.