બેફામ@બનાસકાંઠા: આજે વધુ 12 દર્દીને કોરોના, અનલોકમાં ચેપનો રાફડો ફાટ્યો

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ નવા કેસો સામે આવી રહ્યા છે. ગઇકાલે 17 કેસ સામે આવ્યા બાદ આજે સવારે નવા 12 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે પાલનપુરમાં 5, ડીસામાં 6 અને વાવમાં 1 કેસ મળી 12 નવા દર્દીઓ સામે આવ્યા છે. તમામ લોકોને હાલ સારવાર
 
બેફામ@બનાસકાંઠા: આજે વધુ 12 દર્દીને કોરોના, અનલોકમાં ચેપનો રાફડો ફાટ્યો

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) 

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ નવા કેસો સામે આવી રહ્યા છે. ગઇકાલે 17 કેસ સામે આવ્યા બાદ આજે સવારે નવા 12 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે પાલનપુરમાં 5, ડીસામાં 6 અને વાવમાં 1 કેસ મળી 12 નવા દર્દીઓ સામે આવ્યા છે. તમામ લોકોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તરફ જીલ્લામાં આજે કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે. અત્યાર સુધી કોરોનાના કારણે 11 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા 12 દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આજે ડીસામાં તરુણકુમાર શૈલેષભાઈ પંચિવાળા(35) જૂની પોલીસ લાઈન, કાંતાબેન મણિલાલ દરજી(60), ગુલબાણી નગર, સાગર મનસુખલાલ પંચિવાળા(29) લક્ષ્મીનગર, જનકબેન મહેશભાઈ મોદી (48) શાસ્ત્રીનગર, કૈલાશબેન જ્યંતીભાઈ માળી (55), ઉમિયાનાગર, અને ચંદુભાઈ રમેશભાઈ જોશી વાસણા(49) જુનાડીસાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તમાના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુરમાં પણ કોરોનાના નવા 5 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં મોહમ્મદઅલી ઉલેમાનભાઈ ગની, કાણોદર હાઈવે, કનુભાઈ મોંગીલાલ અગ્રવાલ(50) પાલનપુર, બાબુભાઇ નારણભાઇ પઢીયાર(40) માનસરોવર હરિપુરા, કમલેશભાઈ ડાયાભાઇ મકવાણા(34) ગઠામણ ગેટ, સતીસભાઈ મનહરલાલ સિંધી(46) શાકમાર્કેટનો સમાવેશ થાય છે. આ તરફ વાવમાં પણ ચંદ્રિકાબેન મયચંદભાઈ સોની(75)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે આજે કોરોનાને કારણે ગઈકાલે જ પોઝિટિવ આવેલ દર્દીનું મોત થયુ છે. આજે હરિસિંહ ખૂબચંદ યાદવ અને તુલસી લોહાણાનું કોરોનાને કારણે મોત થયુ છે.