બેફામ@પાટણ: ચેપની ગતિ ગંભીર, નવા 18 કેસ આવતાં પાડોશી ફફડાટમાં

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર) પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. જિલ્લામાં આજે નવા 18 દર્દીઓ ઉમેરતા જિલ્લામાં કુલ આંકડો 759 પહોંચ્યો છે. આજે જીલ્લાના રાધનપુરમાં 6,પાટણમાં 3, સિદ્ધપુરમાં 4, હારિજમાં 2 તેમજ શંખેશ્વરમાં 3 કેસ સાથે નવા 18 કેસ નોંધાયા છે.આમ દિન પ્રતિદિન વધતા
 
બેફામ@પાટણ: ચેપની ગતિ ગંભીર, નવા 18 કેસ આવતાં પાડોશી ફફડાટમાં

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર)

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. જિલ્લામાં આજે નવા 18 દર્દીઓ ઉમેરતા જિલ્લામાં કુલ આંકડો 759 પહોંચ્યો છે. આજે જીલ્લાના રાધનપુરમાં 6,પાટણમાં 3, સિદ્ધપુરમાં 4, હારિજમાં 2 તેમજ શંખેશ્વરમાં 3 કેસ સાથે નવા 18 કેસ નોંધાયા છે.આમ દિન પ્રતિદિન વધતા કેસોથી જિલ્લામાં ફફડાટ વ્યાપી રહ્યો આ તરફ અત્યાર સુધી લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં લોકલ સંક્રમણ બેફામ બનતા આજે નવા 18 દર્દીઓનો ઉમેરો થયો છે. આજે નોંધાયેલા કેસોમાં 12 પુરુષ અને 6 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.અનલોક-2 સમગ્ર જિલ્લા માટે ઘાતક પુરવાર થયુ છે ત્યારે જિલ્લાનાં અનેક શહેરો અને ગામો માં લોકો સ્વયં લોકડાઉન કરવા તૈયાર થયા છે.આમ કોરોના સામે લોકો જાગૃત બન્યા છે તે એક સારી બાબત ગણાવી શકાય. જિલ્લામાં જે સ્થળે માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન કાર્યરત છે તેમાં મોટે ભાગે તમામ સ્થળે જીઆરડી અને હોમગાર્ડઝ જ ફરજ બજાવી રહ્યા છે. આથી તેઓનુ મોનેટરિંગ કરવા દિવસ દરમિયાન પોલીસ અને આરોગ્યના અધિકારી ઓ દ્ધારા આકસ્મિક સુપરવિઝન કરવામા આવે તે પણ જરુરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનલોક-2ના 29 દિવસોમાં 554 જેટલાં અધધ કોરોના કેસ પાટણ જિલ્લાનાં નોંધાઈ ચુક્યા છે !! જે એક આધાત જનક સમાચાર ગણી શકાય.આથી આવનારો સમય કેવો પસાર થશે તે હવે જોવુ રહ્યું.!! અનલોક-2માં અપાયેલી વધુ છૂટછાટ ખતરનાક સાબિત થઈ રહી છે તેવુ લોકો માની રહ્યા છે. સરકારે લોકોને જ્યારે ભગવાન ભરોસે છોડી દિધા હોય તેવુ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. પાટણ જિલ્લામાં જે રીતે કોરોના કહેર વ્યાપી રહ્યો છે તે જોતા સમગ્ર જિલ્લા માં ફરી લોકડાઉન કરાશે તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.