બેકાબૂ@બનાસકાંઠા: કોરોના વાઈરસનો આતંક યથાવત, આજે વધુ 39 કેસ આવતાં ફફડાટ

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જીલ્લામા કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યા તબ્બકાવાર વધી રહી છે. રોજે રોજ મોટી સંખ્યામા કોરોનાના દર્દીઓ સામે આવતા દોડધામ અને ફફડાટની સ્થતી બની છે. આજે એક સાથે 39 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સૌથી વધુ પાલનપુર શહેર અને તાલુકામાં કોરોના વાયરસનો આતંક હોવાનું સામે આવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બેકાબૂ@બનાસકાંઠા: કોરોના વાઈરસનો આતંક યથાવત, આજે વધુ 39 કેસ આવતાં ફફડાટ

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જીલ્લામા કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યા તબ્બકાવાર વધી રહી છે. રોજે રોજ મોટી સંખ્યામા કોરોનાના દર્દીઓ સામે આવતા દોડધામ અને ફફડાટની સ્થતી બની છે. આજે એક સાથે 39 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સૌથી વધુ પાલનપુર શહેર અને તાલુકામાં કોરોના વાયરસનો આતંક હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો સૌથી વધુ થઇ રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી મોટી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. જેમાં આજે 7 વર્ષના બાળક સહિત કુલ 39 કેસ ઉમેરાયા છે. જેમાં 11 સ્ત્રી અને 27 પુરૂષ કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં ડીસા તાલુકામાં 11, દાંતા તાલુકામાં -3, કાંકરેજ તાલુકામાં-2, દિયોદર તાલુકામાં-2, ધાને તાલુકામાં-1, પાલપુર તાલુકામાં-18 જ્યારે વડગામ અને થરાદ તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે. ડીસામાં આવેલી બેંકમાં પણ 7 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઇ છે.

બેકાબૂ@બનાસકાંઠા: કોરોના વાઈરસનો આતંક યથાવત, આજે વધુ 39 કેસ આવતાં ફફડાટ
જાહેરાત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠાના જીલ્લા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વાયરસનું સંક્રમણ અનલોક દરમિયાન યુધ્ધની ગતિએ આગળ વધી રહ્યુ છે. આવી સ્થિતીમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો હોઇ આરોગ્ય આલમમાં દોડધઘામ મચી ગઇ છે.