બેકાબૂ@બનાસકાંઠા: કોરોના સંક્રમણ ફાસ્ટટ્રેકમાં, આજે એકસાથે 15 કેસ ખૂલ્યાં

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ ફાસ્ટટ્રેકમાં આવ્યુ હોય તેમ આજે ફરી એેકસાથે 15 કેસ સામે આવ્યા છે. આજે સવારે ડીસામાં 10, પાલનપુરમાં 4 અને વડગામમાં 1 મળી નવા 15 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અનલોકમાં મળેલી છૂટછાટને કારણે લોકો બિનજરૂરી ઘરની બહાર નિકળતાં હોવાથી સંક્રમણ બેફામ બન્યુ છે. આજે
 
બેકાબૂ@બનાસકાંઠા: કોરોના સંક્રમણ ફાસ્ટટ્રેકમાં, આજે એકસાથે 15 કેસ ખૂલ્યાં

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ ફાસ્ટટ્રેકમાં આવ્યુ હોય તેમ આજે ફરી એેકસાથે 15 કેસ સામે આવ્યા છે. આજે સવારે ડીસામાં 10, પાલનપુરમાં 4 અને વડગામમાં 1 મળી નવા 15 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અનલોકમાં મળેલી છૂટછાટને કારણે લોકો બિનજરૂરી ઘરની બહાર નિકળતાં હોવાથી સંક્રમણ બેફામ બન્યુ છે. આજે નોંધાયેલા કેસોને કારણે અનેક નવા સંક્રમિતો બહાર આવી શકે છે. આ સાથે આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા 15 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે ડીસા શહેર અને તાલુકામાં એકસાથે ‌10 કેસ આવ્યા છે. જેમાં શિલ્પાબેન પરમાર(રાણપુર), કપિલાબેન સોની(નેમીનાથનગર) સોમાજી પરમાર(રાણપુર) દિલીપ લોગમલ(રાજકમલ પાર્ક) હર્ષદભાઈ વ્યાસ (ક્રિષ્ના બંગલો) જગદીશભાઈ ઠક્કર(ડીસા) પ્રિયાબેન અગ્રવાલ(ડીસા) નવીનભાઈ ગોહિલ(આસોપાલવ-ડીસા) રજનીકાંત પવાલા(શાસ્ત્રીનગર-ડીસા) અને કંચનબેન રમેશભાઈ સોની(ડીસા)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બેકાબૂ@બનાસકાંઠા: કોરોના સંક્રમણ ફાસ્ટટ્રેકમાં, આજે એકસાથે 15 કેસ ખૂલ્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પાલનપુરના ગોવિંદલાલ સોલંકી, કાણોદરના રિજવાનઅલી પરેસીઆ, વડગામના ધોતાના અમરતભાઈ પરમા, પાલનપુરના અલ્પેશભાઈ મેવાડા,અને સંજયભાઈ પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે એકસાથે 15 કેસ નોંધાતા તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.