બેકાબૂ@મહેસાણા: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ, આજે 460 તો કાલની સ્થિતિ ચિંતાજનક

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે કોરોના કેસોનો સૌથી મોટો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ કાલની સ્થિતિ ચિંતાજનક બની છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 460 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા મચી છે. આજે સૌથી વધુ કેસો મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારોમાં એકસાથે 249 કેસ નોંધાયા તો ગ્રામ્ય વિસ્તારોમાં 211 કેસ સામે
 
બેકાબૂ@મહેસાણા: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ, આજે 460 તો કાલની સ્થિતિ ચિંતાજનક

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે કોરોના કેસોનો સૌથી મોટો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ કાલની સ્થિતિ ચિંતાજનક બની છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 460 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા મચી છે. આજે સૌથી વધુ કેસો મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારોમાં એકસાથે 249 કેસ નોંધાયા તો ગ્રામ્ય વિસ્તારોમાં 211 કેસ સામે આવ્યા છે. આ સાથે આજે નવા 46 દર્દી કોરોનાની સારવાર દરમ્યાન સાજા થયાનું પણ સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે ફરી એકવાર કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. આજે મહેસાણા જીલ્લામાં 460 કેસ પૈકી સૌથી વધુ મહેસાણા શહેરમાં 116 અને ગ્રામ્યમાં 53 મળી નવા 169 કેસ નોંધાયા છે. આ સાથે બેચરાજીમાં 24, જોટાણામાં 5, કડીમાં 40, ખેરાલુમાં 7, સતલાસણમાં 1, ઊંઝામાં 25, વડનગરમાં 19, વિજાપુરમાં 30 અને વિસનગરમાં 140 કેસ નોંધાયા છે.

બેકાબૂ@મહેસાણા: કોરોના સંક્રમણ રોકેટ ગતિએ, આજે 460 તો કાલની સ્થિતિ ચિંતાજનક

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે વિસનગર તાલુકામાં સૌથી વધુ 92 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત આજે નોંધાયેલા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવાની કવાયત શરૂ કરાઇ છે. નોંધનિય છે કે, આજે નોંધાયેલા કેસો સહિત જીલ્લામાં હાલની સ્થિતિ 3688 એક્ટિવ કેસ છે.