બેકાબૂ@પાટણ: દર્દીની સંખ્યામાં સતત વધારો, આજે 6 પૈકી મોટાભાગે પુરૂષ

અટલ સમાચાર, સિદ્ધપુર(હર્ષલ ઠાકર) પાટણમાં આજે કોરોનાના નવા 6 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસો વધતાં લોકલ સંક્રમણ બેફામ બન્યુ છે. આજે પાટણ શહેરમાં 2, સિદ્ધપુર, રાધનપુર, વારાહી અને હારિજમાં 1-1 કેસ સહિત આજે નવા 6 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 205 કેસ
 
બેકાબૂ@પાટણ: દર્દીની સંખ્યામાં સતત વધારો, આજે 6 પૈકી મોટાભાગે પુરૂષ

અટલ સમાચાર, સિદ્ધપુર(હર્ષલ ઠાકર)

પાટણમાં આજે કોરોનાના નવા 6 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસો વધતાં લોકલ સંક્રમણ બેફામ બન્યુ છે. આજે પાટણ શહેરમાં 2, સિદ્ધપુર, રાધનપુર, વારાહી અને હારિજમાં 1-1 કેસ સહિત આજે નવા 6 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 205 કેસ નોંધાઇ ચુક્યા છે. આ સાથે કોરોનાને કારણે 22 લોકોના મોત થયા છે. નોંધનિય છે કે, પાટણ જીલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નોંધાયેલા 6 કેસો પૈકી મોટાભાગે પુરૂષોને કોરોના પોઝીટીવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 6 કેસ સામે આવતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે એકસાથે 20 કેસ સામે આવ્યા બાદ આજે ફરી 6 કેસ નોંધાતાં લોકલ સંક્રમણની ચેન તોડવી જરૂરી બની છે. આજે પાટણ શહેરનાં જીણીરેત(નિલમ સિનેમા પાસે)રહેતા 60 વર્ષિય વૃધ્ધ મહિલા અને અંબિકાનગર સોસાયટી(ચાણસ્મા હાઈવે રોડ)માં રહેતા 49 વર્ષિય પુરુષનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આ દર્દીનુ સેમ્પલ અમદાવાદ ખાતે ખાનગી લેબમાં લેવાયુ હતુ. જે પોઝિટીવ આવતા તેને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે.

બેકાબૂ@પાટણ: દર્દીની સંખ્યામાં સતત વધારો, આજે 6 પૈકી મોટાભાગે પુરૂષ

આ તરફ સિદ્ધપુર શહેરની શક્તિનગર(નર્સિંગ કોલેજ રોડ)માં રહેતા 37 વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગતરોજ આ જ સોસાયટીમાં રહેતા અને પાલનપુર તાલુકાનાં વેંડચા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પુરુષનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાઈ ચૂક્યો છે. આમ આ જ સોસાયટી માં અન્ય બીજો કેસ નોંધાતા સોસાયટીવાસી માં ફફડાટ વ્યાપી રહ્યો છે. હારિજ (જલારામ પાર્ક સોસાયટી)માં રહેતા 65 વર્ષિય વૃધ્ધ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. વારાહી (સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે)રહેતાં 61 વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉપરાંત રાધનપુરનાં કંસારાવાસમાં રહેતા 25 વર્ષિય યુવકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બેકાબૂ@પાટણ: દર્દીની સંખ્યામાં સતત વધારો, આજે 6 પૈકી મોટાભાગે પુરૂષ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લાના કોરોના એ.પી.સેન્ટર સિદ્ધપુર શહેરમાં 4 તેમજ તાલુકામાં 2 કેસ સાથે કુલ 6 કેસ એકટીવ છે. આજરોજ પાટણ શહેર, સિદ્ધપુર, રાધનપુર, વારાહી અને હારિજમાં કોરોના કેસ બહાર આવતા સ્થાનિક તાલુકાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. આ તમામ દર્દીઓમાં તાવ, ખાસી, શરદી, શ્વાસ લેવામાં તકલિફ, ગળામાં અને માથામાં દુ:ખાવો થતો હોવાનાં લક્ષણો દેખાતા તેઓનું કોરોના સેમ્પલ લેવાયા હતા. પાટણ જિલ્લા માટે અનલોક-1 નાં પિરિયડમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે.