સમજો@પાલનપુર: ભાજપની સત્તા વચ્ચે વેરા રાહત વિલંબમાં, સભ્યની માંગ

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર નગરપાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ પ્રમુખ અને મુખ્ય અધિકારી ને વેરા માં રાહતને લઈ રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, પાલનપુર નગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી ચાલુ નાણાકીય વર્ષનો વેરો માંગણા બિલની તારીખ થી ૩૦ દીવસમાં મિલકત ધારક નાણાં ભરી જાય તો ૧૦ ટકા રકમ નું વળતર આપવામાં
 
સમજો@પાલનપુર: ભાજપની સત્તા વચ્ચે વેરા રાહત વિલંબમાં, સભ્યની માંગ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર નગરપાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ પ્રમુખ અને મુખ્ય અધિકારી ને વેરા માં રાહતને લઈ રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, પાલનપુર નગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી ચાલુ નાણાકીય વર્ષનો વેરો માંગણા બિલની તારીખ થી ૩૦ દીવસમાં મિલકત ધારક નાણાં ભરી જાય તો ૧૦ ટકા રકમ નું વળતર આપવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પાલિકાના  કોર્પોરેટર એ રજૂઆત કરી છે કે, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦/૨૧ માં રહેણાંક મિલકતમાં ૧૦ ટકા અને વાણિજ્ય મિલકતમાં ૨૦ ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી તે અનુસંધાને નગરપાલિકા દ્વારા જાહેરાત કરી રહેણાંકમાં ૧૦+૧૦=૨૦ ટકા અને વાણિજ્યમાં ૧૦+૨૦=૩૦ ટકા મિલકત વેરામાં થોડા દિવસ રાહત આપવામાં આવેલ . જોકે થોડા દિવસ પછી રાહત આપવાનું તેમજ વેરો ઉઘરાવવાનું થોડા સમય બંધ રાખવામાં આવેલ હતું. ત્યારબાદ સોમવારે તારીખ ૨૯/૦૬/૨૦૨૦ થી ફરીથી નગરપાલિકા દ્વારા વેરો ઉઘરાવવાનું શરૂ કરવામાં આવતા રહેણાંક મિલકત વેરામાં ચાલુ વર્ષના ટેક્ષમાં ૧૦ ટકા જ વળતર તેમજ વાણિજ્યમાં ૨૦ ટકા જ વળતર આપવામાં આવે છે તે ગેરવ્યાજબી હોવાની રજૂઆત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વળતર જાહેર કર્યું તે પહેલા નગરપાલિકા દ્વારા વર્ષોથી નિયમીત વેરો ભરનારને ૧૦ ટકા વળતર  મિલકત વેરામાં આપવામાં આવતું હતું તેમાં ઉમેરો કરીને રહેણાંકમાં ૧૦+૧૦=૨૦ ટકા વળતર તેમજ વાણિજ્યમાં ૧૦+૨૦=૩૦ ટકા વળતર મિલકત વેરામાં નિયમ મુજબ આપવું પડે. આમ ચાલુ વર્ષના મિલકતવેરામાં રહેણાંકમાં ૨૦ ટકા તેમજ વાણિજ્યમાં ૩૦ ટકા વળતર આપવા અમૃત જોષીએ રજુઆત કરી હતી.