બેકારી@દેશઃ મંદિએ લાખો નોકરીઓ છીનવી લીધી, બેરોજગારીના આંકડા હજુ વધશે

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીને કારણે નોકરીઓની સંભાવના પણ ધુંધળી થઇ રહી છે. લાખો લોકોની નોકરીઓ ઉપર જોખમ આવી ચુક્યું છે. અને લાખો ઉપર આવવાની તૈયારીમાં છે. કોસ્ટ બચાવવા માટે કંપનીઓ સીનીયર અને મધ્યમસ્તરના કર્મચારીઓની છટણી કરી રહી છે. વધુને વધુ ફ્રેશર્સને નોકરી આપી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીને કારણે 2014થી અત્યાર સુધી મેન્યુફેકચરીંગ
 
બેકારી@દેશઃ મંદિએ લાખો નોકરીઓ છીનવી લીધી, બેરોજગારીના આંકડા હજુ વધશે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીને કારણે નોકરીઓની સંભાવના પણ ધુંધળી થઇ રહી છે. લાખો લોકોની નોકરીઓ ઉપર જોખમ આવી ચુક્યું છે. અને લાખો ઉપર આવવાની તૈયારીમાં છે. કોસ્ટ બચાવવા માટે કંપનીઓ સીનીયર અને મધ્યમસ્તરના કર્મચારીઓની છટણી કરી રહી છે. વધુને વધુ ફ્રેશર્સને નોકરી આપી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીને કારણે 2014થી અત્યાર સુધી મેન્યુફેકચરીંગ સેકટરમાં જ 65 લાખ લોકોની નોકરી ગઇ છે.

આંકડાઓના વિષ્લેષણથી ખબર પડે છે કે પાછલા વર્ષોમાં બેરોજગારી રેકોર્ડ સ્તર પર રહી છે. અર્થતંત્રમાં સુસ્તીથી લાખો નોકરીઓ ઉપર સંકટ છે. આઇટી, ઓટો કંપનીઓ, બેંક દ્વારા ખર્ચ ઘટાડવાના પ્રયાસોમાં છે. કર્મચારી વર્ગમાં ડરનો માહોલ છે કે સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ થશે. મોટી આઇટી કંપનીઓએ કાંતો છટણીની જાહેરાત કરી છે અથવા તો તૈયારીમાં છે. આની સૌથી મોટી અસર મધ્યમ કે વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ ઉપર પડી છે. આઇટી સંકટના મધ્યમથી સીનીયર સ્તરના 40 લાખ કર્મચારીઓની નોકરીઓ ઉપર સંકટ છે.

કંપનીઓ ફ્રેશર્સને રાખે છે કારણ કે તેમને ઓછું વેતન દેવુ પડે છે. આઇટી કંપની કોગ્નીજેન્ટે 7000 કર્મચારીઓને ઘરભેગા કર્યા છે. કેપજેમિની કંપનીએ 500 કર્મચારીઓને રવાના કરી દીધા છે. ઓટો સેકટરની હાલત તો 1 વર્ષથી ખરાબ છે જેને કારણે મેથી જૂલાઇ 2019માં ઓટો સેકટરની 2 લાખ નોકરીઓ ગઇ. એટલું જ નહિ હજુ 10 લાખ નોકરીઓ ઉપર સંકટ છે. મારૂતીએ 3000 અસ્થાયી કર્મચારીઓને કાઢી મુકયા છે. નિસાને પણ 1700 કર્મચારીઓ ઘટાડયા છે. મહિન્દ્રાએ 1500, કિર્લોસ્કર 6500 કર્મચારીઓને વીઆરએસ દીધુ છે.

ઓલ ઇન્ડીયા મેન્યુ. ઓર્ગે.ના કહેવા મુજબ વર્ષ 2014થી અત્યાર સુધીમાં મેન્યુ. ક્ષેત્રે જ 35 લાખ નોકરીઓ ગઇ છે. ટેલીકોમ ક્ષેત્રની હાલત પણ ખરાબ છે બીએસએનએલના 75000 કર્મચારીઓએ વીઆરએસ લીધુ છે. સરકારી બેંકોના વિલયથી 11000 કર્મચારીઓ ઉપર કાપ મુકયો છે. સ્ટેટ બેંકે 6789ને ઘરે બેસાડી દીધા છે. પંજાબ બેંકે 4080ને ઘરે બેસાડયા છે. આમ લાખો નોકરી ઉપર કાતર ફરી વળી છે.