બેવફા પરિવારઃ ઘરમાં 9 મતદાર હતા મળ્યા માત્ર 5 મત, રડી પડ્યો ઉમેદવાર

અટલ સમાચાર, ડેસ્ક પંજાબની જાલંઘર બેઠક પર એક અપક્ષ ઉમેદવાર સાથે કંઈક એવું થયું જેનો તેને ખુદને પણ ભરોસો નથી. પરિવારજનોએ જ દગો કર્યો હોય તેવી આ ઉમેદવારને અનુભૂતિ થઈ રહી છે. પોતે હારી ગયાના અફસોસથી વધુ પરિવારજનોના વોટ ન મળ્યાનો ખંત ઉમેદવારને રડાવી રહ્યો છે. જલંધરના અપક્ષ ઉમેદવાર નિતૂ શર્ટન વાલાના ઘરમાં 9 મતદારો
 
બેવફા પરિવારઃ ઘરમાં 9 મતદાર હતા મળ્યા માત્ર 5 મત, રડી પડ્યો ઉમેદવાર

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબની જાલંઘર બેઠક પર એક અપક્ષ ઉમેદવાર સાથે કંઈક એવું થયું જેનો તેને ખુદને પણ ભરોસો નથી. પરિવારજનોએ જ દગો કર્યો હોય તેવી આ ઉમેદવારને અનુભૂતિ થઈ રહી છે. પોતે હારી ગયાના અફસોસથી વધુ પરિવારજનોના વોટ ન મળ્યાનો ખંત ઉમેદવારને રડાવી રહ્યો છે.

જલંધરના અપક્ષ ઉમેદવાર નિતૂ શર્ટન વાલાના ઘરમાં 9 મતદારો છે પરંતુ તેને 5 જ વોટ મળ્યા હતા. તેના ઘરના સભ્યોએ પણ તેને વોટ ના આપ્યાનું પોતે પ્રતિત કરી રહ્યો છે. પરિણામ જાહેર થયું કે પોતાને 5 વોટ જ મળ્યાની જાણ થઈ હતી. જેથી નિતુ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો.

બેવફા પરિવારઃ ઘરમાં 9 મતદાર હતા મળ્યા માત્ર 5 મત, રડી પડ્યો ઉમેદવાર

આ પરિણામ વિશે જ્યારે નિતુને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે પારિવારીક મતભેદ હોવાનો સ્વીકાર કર્યો હતો. અને કેમેરાની સામે જ બેફાટ રડવા લાગ્યો હતો. વાયુવેગે આ બાબતની જાણ સામાન્ય જનતા સુધી પહોંચી જતા ઉમેદવાર વધારે ભાવુક થઈ ગયો હતો. નિતુનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.