ઉંઝાઃ લક્ષચંડી મહાયજ્ઞના દર્શન માટે રાજકોટથી 108 સાયકલ યાત્રિકો આવશે

અટલ સમાચાર, ડેસ્ક કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા.18 થી 22 ડીસેમ્બર દરમિયાન ઉંઝા ખાતે યોજાઇ રહ્યો છે. તેને અનુલક્ષી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમિયા માતાજીના સંતાનો એવા કડક પાટીદાર સમાજમાં ભારે ઉમંગ સાથે આયોજન પણ થઇ રહ્યા છે. રાજકોટ સ્થિત ઉમીયાજી યાત્રા સંઘ દ્વારા આ પ્રસંગે રાજકોટથી ઉંઝાની સાયકલ યાત્રાનું પણ શ્રઘ્ધાપૂર્ણ
 
ઉંઝાઃ લક્ષચંડી મહાયજ્ઞના દર્શન માટે રાજકોટથી 108 સાયકલ યાત્રિકો આવશે

અટલ સમાચાર, ડેસ્ક

કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા.18 થી 22 ડીસેમ્બર દરમિયાન ઉંઝા ખાતે યોજાઇ રહ્યો છે. તેને અનુલક્ષી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમિયા માતાજીના સંતાનો એવા કડક પાટીદાર સમાજમાં ભારે ઉમંગ સાથે આયોજન પણ થઇ રહ્યા છે. રાજકોટ સ્થિત ઉમીયાજી યાત્રા સંઘ દ્વારા આ પ્રસંગે રાજકોટથી ઉંઝાની સાયકલ યાત્રાનું પણ શ્રઘ્ધાપૂર્ણ આયોજન કરાયું છે. આ માટે એક સમીતીની પણ રચના કરવામાં આવી છે.

ઉમિયાજી યાત્રા સંઘની આયોજન સમિતિના કનવીનર ભાણજીભાઇ સંતોકીના જણાવ્યા અનુસાર આશરે 10 વર્ષ પછી રાજકોટથી ઉંઝાની સાયકલ યાત્રા યોજાઇ રહી હોય ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તા.15મી ડીસેમ્બરે આ સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. તમામ યાત્રિકોને પ્રસ્થાન કરાવવા માટેનો ખાસ કાર્યક્રમ પણ યોજાયો છે. તા.15મીએ સવારે પ્રસ્થાન કરી ત્રણ દિવસની યાત્રા દરમિયાન લગભગ 325 કી.મી. ની સાયકલ યાત્રા કરી તા.18મી ડીસેમ્બરના સવારે માં ઉમિયાના આ સંતાનો ઉંઝા પહોચશે.

યાત્રા દરમ્યાન તબીબી તથા અન્ય સુવિધા સાથેનું એક ખાસ વાહન પણ યાત્રિકો સાથે જ રહેશે. તા.18મીએ આ યાત્રિકો ઉંઝા પહોચે ત્યારે તેમના શાનદાર સ્વાગતની પણ વ્યવસ્થા લક્ષચંદીના આયોજન સમીતી દ્વારા કરવામાં આવશે. સમગ્ર યાત્રા પૂર્ણ શ્રઘ્ધા સાથે પાર પડે તે માટે આયોજન સમીતીએ કરેલ છે.