ઉંઝાઃ સેવા સદન દ્વારા નિર્મિત 360 આવાસોનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી દ્વારા નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકો પાસે ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર
 
ઉંઝાઃ સેવા સદન દ્વારા નિર્મિત 360 આવાસોનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી દ્વારા નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકો પાસે ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર કર્યો છે ત્યારે તે દિશામાં નક્કર કામગીરી કરીને રાજ્ય સરકારે ૦૪ લાખ આવાસોનો ટાર્ગેટ પુર્ણ કરેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઘરવિહોણાને પાકું અને સુવિધાયુ્કત આવાસ મળે તે માટે સરકાર કટિબધ્ધ બની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો આવાસો નિર્માણ કરી જરૂરીયાતમંદ નાગરિકો માટે છતનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારના આવાસ યોજના થકી લોકોનું ઘરનું ઘર સ્વપ્ન પુરૂ થવા લાગ્યું છે. સરકાર દ્વારા નિર્માણ પામે આવાસોમાં ગટર, પાણી, લાઇટ, રસ્તા, સફાઇ સહિત તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેમ જણાવી ઘર મેળવનાર તમામ પરીવારોને શુભકામનાઓ પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારને ધ્યાનમાં રાખીને આવાસ યોજનાઓનું નિર્માણ કરાઇ રહ્યું છે. મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે સુવિધાસભર ઓછી કિંમતે લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહ્યું છે તે માટે પાલિકા દ્વારા કરેલ કામગીરી અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું હતુંનાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે વિશ્વમાં ઉંઝા શહેર વેપાર, સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે તેમ જણાવી ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા. ગરીબ અને મઘ્યમ વર્ગના પરિવારને પોતાનું મકાન થાય તે લક્ષ્યમાં રાખીને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યમાં આવાસ યોજના તળે સંવેદનશીલતાથી કામ થઇ રહ્યું છે જેનો લાભ ઉંઝા શહેરને મળ્યો છે.

ઉંઝા નગરપાલિકા દ્વારા શહેરના રામનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી-૦૭ ફાઇનલ પ્લોટ નં-૨૭૦ ખાતે ૩૬૦ આવાસોનું નિર્માણ કરાયેલ છે.૧૭૪૦૮.૧૧ ચોરસ મીટરના વિસ્તારમાં રૂ ૩૦.૬૦ કરોડના ખર્ચે ૩૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ આવાસોનું નિર્માણ કરાયું છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના પુરસ્કૃત લાભ સ્વરૂપે રૂ.૦૮.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ આવાસ લાભાર્થીને રૂ.૦૫.૫૦ લાખના ખર્ચે ૪૦ ચોરસ મીટરના કાર્પેટ એરીયાનું મકાન આપેલ છે. આવાસ યોજનામાં બે બેડ રૂમ એક હોલ રસોડું,શૌચાલય,બાથરૂમ ગેલેરી સહિતની સુવિધા છે. આ ઉપરાંત શંકુલમાં વીજળી, પાણી, ભુગર્ભ ગટરની વ્યવસ્થા, પાર્કિંગ, સ્ટ્રીટ લાઇટ, સીસીરોડ, આંગણવાડી, બગીચો, કમ્પાઉન્ડ હોલ, પમ્પ રૂમ સહિત તમામ માળખાકીય સુવિધાથી સજ્જ આવાસનું નિર્માણ કરાયું છે.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ સ્વાગત પ્રવચન કરી સરકારની આવાસ યોજના તેમજ અન્ય યોજનાથી માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં લાભાર્થીઓને મહાનુંભાવોના હસ્તે મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભ મળેલ લાભાર્થી તેજવાણી મનોજભાઇ અને પટેલ પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે ભાડાના મકાનમાંથી અમને આજે અમારૂ ઘર પ્રાપ્ત થયું છે. આજે અમારા જેવા મધ્યમવર્ગીય પરીવારોમાં આનંદની લાગણી છવાઇ છે.

સરકારની આવાસ યોજનાની અમલવારીને કારણે આજે મારા પરીવારમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે તે માટે હું સરકારનો આભારી છું. મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલ ઇ-લોકાર્પણ કાર્યક્રમાં સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ, રાજ્ય સભા સંસદ સભ્ય જુગલસિંહ લોખંડવાલા,ઉંઝા ધારાસભ્ય ડો આશાબેન પટેલ જિલ્લાના અગ્રણી નિતીનભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મહુલ દવે, નગરપાલિકા પ્રમુખ મણીલાલ પટેલ,નગરપાલિકા અધિકારી એમ.એમ ગઢવી ઉપપ્રમુખ પીનલબેન, નગરપાલિકા બાંધકામ કમિટીના ચેરમેન મનુંભાઇ પટેલ,એપી.એમસી ચેરેમન દિનેશભાઇ સહિત નગરપાલિકાના સદસ્યો,અધિકારીઓ,પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ નિહાળ્યો હતો.