ઊંઝા: કોંગ્રેસના અળખામણાં, ભાજપના ધારાસભ્ય બન્યા તો યુનિવર્સિટીનો પ્રેમ પ્રગટ્યો

અટલ સમાચાર, ગિરીશ જોષી, મહેસાણા પાટણ સ્થિત યુનિવર્સિટીમાં મંગળવારે ધારાસભ્યના સાથે જ પ્રેમ અને વિવાદનો વંટોળ સામે આવ્યો છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ અગાઉ કોંગ્રેસના હતા ત્યારે યુનિવર્સિટીને સ્વાગત માટે યાદ ન આવ્યા, હવે જયારે ભાજપના ધારાસભ્ય બન્યા ત્યારે કુલપતિની ચેમ્બરમાં હોંશે-હોંશે આવકાર્યા છે. કુલપતિએ બચાવ કરતા જણાવ્યુ કે, ભુતપુર્વ સદસ્ય હોવાથી સ્વાગત કર્યુ, તો
 
ઊંઝા: કોંગ્રેસના અળખામણાં, ભાજપના ધારાસભ્ય બન્યા તો યુનિવર્સિટીનો પ્રેમ પ્રગટ્યો

અટલ સમાચાર, ગિરીશ જોષી, મહેસાણા 

પાટણ સ્થિત યુનિવર્સિટીમાં મંગળવારે ધારાસભ્યના સાથે જ પ્રેમ અને વિવાદનો વંટોળ સામે આવ્યો છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ અગાઉ કોંગ્રેસના હતા ત્યારે યુનિવર્સિટીને સ્વાગત માટે યાદ ન આવ્યા, હવે જયારે ભાજપના ધારાસભ્ય બન્યા ત્યારે કુલપતિની ચેમ્બરમાં હોંશે-હોંશે આવકાર્યા છે. કુલપતિએ બચાવ કરતા જણાવ્યુ કે, ભુતપુર્વ સદસ્ય હોવાથી સ્વાગત કર્યુ, તો સામે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના સ્વાગત વિશે સવાલો કરતાં વિવાદ વકર્યો છે.

ઊંઝા: કોંગ્રેસના અળખામણાં, ભાજપના ધારાસભ્ય બન્યા તો યુનિવર્સિટીનો પ્રેમ પ્રગટ્યો

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કારોબારી સભ્યો, સ્થાનિક ભાજપી આગેવાનો અને વાઇસ ચાન્સેલર ડૉ.અનિલ નાયકે ભાજપના આશા પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. યુનિવર્સિટીનો ભાજપ સામે પ્રેમ હોવાના સવાલો ઊંઝા ધારાસભ્યના સ્વાગત બાદ ઉભા થયા છે. સ્વાગતના વિવાદને લઇ વાઇસ ચાન્સેલર ડૉ.અનિલ નાયકે અટલ સમાચારને જણાવ્યુ હતુ કે, કારોબારી સભ્યોએ આશા પટેલને સ્વાગત માટે બોલાવ્યા હતા. જયારે કારોબારી સદસ્યે જણાવ્યુ કે, બોલાવ્યા ન હતા પરંતુ યુનિવર્સિટી આવ્યા હોઇ સ્વાગત કર્યુ હતુ.

ઊંઝા: કોંગ્રેસના અળખામણાં, ભાજપના ધારાસભ્ય બન્યા તો યુનિવર્સિટીનો પ્રેમ પ્રગટ્યો

આ તરફ ધારાસભ્ય આશા પટેલને પુછતાં રૂબરૂ મળવાનું કહી વિવાદથી બચવા ફોન કટ કરી દીધો હતો. સમગ્ર બાબતે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે પોતે પણ અગાઉ સેનેટ સભ્ય છતાં સ્વાગત કેમ ન કર્યુ અને ભાજપના ધારાસભ્યનું કરતા સવાલો ઉભા કરતા સ્વાગતની ખુશી વિવાદમાં પરિણમી છે.

ઊંઝા: કોંગ્રેસના અળખામણાં, ભાજપના ધારાસભ્ય બન્યા તો યુનિવર્સિટીનો પ્રેમ પ્રગટ્યો

સ્વાગત અંગે કોણ શું બોલ્યુ ??

વાઇસ ચાન્સેલર ડૉ.અનિલ નાયક

અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે સ્વાગત કેમ ન કર્યુ ? તે અંગે મને કોઇ ખ્યાલ નથી. આજે કારોબારી સભ્યોએ સ્વાગતનું ગોઠવતાં મારી ઓફીસમાં પહોચ્યા હતા.

કારોબારી સભ્ય શૈલેષ પટેલ

જયારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે યુનિવર્સિટી આવ્યા નહોતા. આજે આવ્યા હોઇ અને ભુતપુર્વ સેનેટ સભ્ય હોઇ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ

અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ હતા ત્યારે સ્વાગત કેમ ન કર્યુ અને હવે ભાજપના ધારાસભ્ય બન્યા તો કેમ આવકાર્યા ? જો બોલાવ્યા નહોતા તો સામે ચાલીને આવ્યા હતા ? જો બોલાવ્યા હતા તો કુલપતિની ચેમ્બરમાં કેમ સ્વાગત થયુ ? 

વધુ સ્પષ્ટતા કરતા રાજકીય ગરમાવો 

સ્વાગતને લઇ યુનિવર્સિટીના કારોબારી સદસ્ય શૈલેષ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, અમે હંમેશા ભાજપના આગેવાનોનું જ સન્માન કરીએ છીએ. જયારે કોંગ્રેસનું સન્માન ક્યારેય કરતા નથી.