ખળભળાટ@ઉંઝા: 22 લાખના તલ ભરીને જતી ટ્રક ગૂમ, વેપારીએ શોધતાં ટ્રક મળી પણ તલ ગાયબ

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર કોરોનાકાળ વચ્ચે ઊંઝાથી તલ ભરીને મુન્દ્રા જવા નિકળેલી ગાડી અચાનક ગાયબ થઈ ગઈ હતી. માલ નહિ પહોંચતા વેપારી ભારે દોડધામમાં લાગ્યા હતા. આ દરમ્યાન ડ્રાઈવર સહિતના ઈસમોએ ભેગા મળી રસ્તામાં જ તલનો જથ્થો સગેવગે કર્યાનું પકડાયું હતું. લોકેશન આધારે ઝીણવટભરી તપાસ કરતાં ટ્રક તલના જથ્થા વગર ખાલીખમ મળી હતી. કન્ટેનર
 
ખળભળાટ@ઉંઝા: 22 લાખના તલ ભરીને જતી ટ્રક ગૂમ, વેપારીએ શોધતાં ટ્રક મળી પણ તલ ગાયબ

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

કોરોનાકાળ વચ્ચે ઊંઝાથી તલ ભરીને મુન્દ્રા જવા નિકળેલી ગાડી અચાનક ગાયબ થઈ ગઈ હતી. માલ નહિ પહોંચતા વેપારી ભારે દોડધામમાં લાગ્યા હતા. આ દરમ્યાન ડ્રાઈવર સહિતના ઈસમોએ ભેગા મળી રસ્તામાં જ તલનો જથ્થો સગેવગે કર્યાનું પકડાયું હતું. લોકેશન આધારે ઝીણવટભરી તપાસ કરતાં ટ્રક તલના જથ્થા વગર ખાલીખમ મળી હતી. કન્ટેનર પહોંચાડવાની જવાબદારી ધરાવતાં 3 ઈસમોએ ઉંઝાથી ભચાઉ વચ્ચે તલનો માલ સગેવગે કરી કંપની સાથે છેતરપિંડી કરી હતી. જેથી ફેક્ટરીના મેનેજરે સાંતલપુર પોલીસ મથકે ફરીયાદ આપતાં ઘટનાની ચકચાર મચી ગઇ છે.

ખળભળાટ@ઉંઝા: 22 લાખના તલ ભરીને જતી ટ્રક ગૂમ, વેપારીએ શોધતાં ટ્રક મળી પણ તલ ગાયબ
પ્રતિકાત્મક તસવીર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ઊંઝાના વણગલા રોડ પર જેમ્સ ઇન્ટરનેશનલ પ્રા.લી. નામની ફેક્ટરી આવેલી છે. અહિંથી ગત દિવસે મોટી માત્રામાં તલ ભરીને મુન્દ્રા પોર્ટ મોકલવાનું થયું હતું. જેના માટે કંપનીના મેનેજર સુનિલ મદનલાલ જાંગીડે ગાંધીધામના ટ્રાન્સપોર્ટરો પાસેથી ત્રણ ટ્રકો મંગાવી હતી. જેમાં એક ટ્રકમાં તલ જે સફેદ ક્રાફટ પેપર બેગોમાં 15-15 કિ.ગ્રા.ની કુલ બેગો નંગ -1198 જેનું વજન-13870 કિ.ગ્રા. જે એક ટનની આશરે કિ.રૂ.1,17,000 લેખે જેની આશરે કુલ કિ.રૂ.22,00,000નો મુદ્દામાલ ભરાવેલ હતો. જે બાદમાં અન્ય ટ્રકોની સાથે આ ટ્રક પણ મુન્દ્રા જવા ઉંઝાથી 3-5-2021ના રોજ રવાના કરાઈ હતી. એકસાથે 3 ટ્રક તલના જથ્થા સાથે મુન્દ્રા મોકલતાં 1 પહોંચી નહોતી. આથી ફેક્ટરીના મેનેજર સહિતનાને ચોંકાવનારો ઝાટકો બન્યો હતો. ભારે શોધખોળને અંતે ટ્રક મળી પરંતુ તલ ગાયબ થઇ ગયા હતા.

ખળભળાટ@ઉંઝા: 22 લાખના તલ ભરીને જતી ટ્રક ગૂમ, વેપારીએ શોધતાં ટ્રક મળી પણ તલ ગાયબ
પ્રતિકાત્મક તસવીર

ટ્રકના ડ્રાઈવર નિરંજનનો સંપર્ક કરતાં મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી ટ્રકમાં લગાવેલ GPS આધારે તપાસ કરતા ટ્રક ભચાઉ નજીક હોવાનું સામે આવતાં એ.બી.એમ.ટ્રાંસ લીફ્ટર્સના મનોજભાઇ લોકેશનવાળી જગ્યાએ ગયા હતા. ત્યાં જતાં ગાડી બિનવારસી હાલતમાં ભચાઉથી ભુજ જવાના રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ નજીક મળી આવી હતી. આ સાથે ગાડીમાં ભરેલ કંટેનરનો સીલ જોતાં છેડછાડ કરેલી જોવા મળતા અને કંટેનરને બહારથી થપથપાવતા કંટેનર ખાલી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ઊંઝાની કંપનીના જગદીશભાઇ કાંતીભાઇ પટેલ અને તેજસભાઇ શાહ ચેક કરવા ભચાઉ ગયા હતા. જ્યાં ટ્રક ખોલી ચેક કરતાં ગાડીના કન્ટેનરમાં ભરેલ તલનો મુદ્દામાલ જોવા નહિ મળતા ચોંકી ઉઠ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઊંઝાથી તલ ભરીને નીકળેલ ટ્રક મુન્દ્રા નહિ પહોંચતાં તપાસ કરતા ચોંકાવનારો અને દગાબાજ ઘટનાક્રમ સર્જાઈ ગયો હતો. GPS લોકેશન આધારે તપાસ કરતાં ગાડી વારાહીથી સાંતલપુર જતાં નેશનલ હાઇવે ઉપર આવેલ આરામ હોટલના કંપાઉન્ડમાં તા . 5-5-2021ના રોકાઈ હતી. જે હોટલના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતાં ગાડી હોટલના કંપાઉન્ડમાં આવી અને પડી રહેલ તથા રવાના થયેલ જણાઈ હતી. જેથી આ ગાડી સમયસર મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચાડવાની જવાબદારી ધરાવતાં બસીરભાઇ અને મનોજભાઇની છતાં ગાડીના ડ્રાઇવર નિરંજન ઉપેન્દ્રરામે પુર્વ આયોજીત કાવતરું રચ્યુ હતુ. ઉંઝાથી ભચાઉ વચ્ચે કોઇપણ જગ્યાએ મુદ્દામાલ સગેવગે કરી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ખાલી કંટેનર સાથે ગાડીને ભચાઉથી મુન્દ્રા જવાના રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ નજીક બિનવારસી હાલતમાં મુકીને નાસી ગયાની ફરીયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સાંતલપુર પોલીસે ત્રણ ઈસમ સામે આઇપીસી કલમ 406, 407, 420, 120B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.