ખળભળાટ@ઊંઝા: બેરોજગાર પાસે પેઢી ખોલાવી 20 કરોડનો વેપાર કર્યો, ટેક્ષ તપાસમાં ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝામાં ઇસમોએ ભેગા મળી બેરોજગાર વ્યક્તિને વિશ્વાસમાં લઇ તેના ડોક્યુમેન્ટ મેળવી તેની જાણ બહાર પેઢી ઉભી કરી 20 કરોડના માલનુ વેચાણ કર્યુ હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ સ્થાનિક ઇસમે બેરોજગારને વિશ્વાસમાં લઇ ધંધો સેટ કરી આપવા ડોક્યુમેન્ટની માંગ કરી ઓફીસ ભાડે રખાવી હતી. જે બાદમાં ઇસમ તેમને દર મહિને
 
ખળભળાટ@ઊંઝા: બેરોજગાર પાસે પેઢી ખોલાવી 20 કરોડનો વેપાર કર્યો, ટેક્ષ તપાસમાં ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝામાં ઇસમોએ ભેગા મળી બેરોજગાર વ્યક્તિને વિશ્વાસમાં લઇ તેના ડોક્યુમેન્ટ મેળવી તેની જાણ બહાર પેઢી ઉભી કરી 20 કરોડના માલનુ વેચાણ કર્યુ હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ સ્થાનિક ઇસમે બેરોજગારને વિશ્વાસમાં લઇ ધંધો સેટ કરી આપવા ડોક્યુમેન્ટની માંગ કરી ઓફીસ ભાડે રખાવી હતી. જે બાદમાં ઇસમ તેમને દર મહિને રૂ.15,000 આપતો હતો. આ તરફ અચાનક એક દિવસ ફરીયાદીના ઘરે જીએસટીની રેઇડ પડતાં સમગ્ર કાંડનો પર્દાફાર્શ થયો હતો. જેમાં આ ઇસમોએ ભેગા મળી ફરીયાદીની જાણ બહાર નવી પેઢી ઉભી કરી આશરે 20 કરોડના માલનું વેચાણ કરી જીએસટી ભર્યુ ન હતુ. જેને લઇ હવે ફરીયાદીએ ચાર લોકોના નામજોગ ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@ઊંઝા: બેરોજગાર પાસે પેઢી ખોલાવી 20 કરોડનો વેપાર કર્યો, ટેક્ષ તપાસમાં ઘટસ્ફોટ

મહેસાણા જીલ્લાના કામલીના રાજપુત રાજેન્દ્રસિંહે ચાર ઇસમો સામે ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. વર્ષે 2020ના જાન્યુઆરી મહિનામાં તેમના ગામના સંજય ઉર્ફે શંકર પટેલે તેમને ધંધો સેટ કરી આપવાનું કહી માસિક 10-15 હજાર આપવાનું કહ્યુ હતુ. જે બાદમાં બેરોજગાર ફરીયાદીએ વિશ્વાસમાં આવી જઇ ઇસમને પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. આ સાથે બેંકમાં ખાતું ખોલાવી અને ટ્રાન્સપોર્ટના ધંધા માટે જીએસટી નંબર મેળવી એક દુકાન પણ ભાડે રાખી હતી. જોકે દુકાન હંમેશા બંધ રાખવા છતાં પણ આ સંજય ફરીયાદીને મહિને 15,000 આપતાં હતા. જોકે તમામ ખર્ચ આ ઇસમ કરતો હોવાનો પણ ફરીયાદમાં ઘટસ્ફોટ થયો છે.

ખળભળાટ@ઊંઝા: બેરોજગાર પાસે પેઢી ખોલાવી 20 કરોડનો વેપાર કર્યો, ટેક્ષ તપાસમાં ઘટસ્ફોટ
File Photo

આ દરમ્યાન અચાનક 3-12-2020ના રોજ ફરીયાદીના ઘરે જીએસટીની રેઇડ પડી હતી. જે બાદમાં તપાસ કરતાં ખબર પડી હતી કે, સંજય મફતલાલ પટેલ, સંજય માધાભાઇ પટેલ, પારસ પટેલ અને ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો મિલન રાયચંદભાઇ પટેલે ભેગા મળી ફરીયાદીની જાણ બહાર તેમના નામની પેઢી ઉભી કરી હતી. જેમાં તેમણે આશરે રૂ.20,01,69,670ના માલનું વેચાણ કરી રકમનથી થતી જીએસટીની ચોરી કરી હતી. જેને લઇ ફરીયાદી અજાણ હોઇ તેમને ચારેય સામે ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે આઇપીસી કલમ 406, 420, 120B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખળભળાટ@ઊંઝા: બેરોજગાર પાસે પેઢી ખોલાવી 20 કરોડનો વેપાર કર્યો, ટેક્ષ તપાસમાં ઘટસ્ફોટ
જાહેરાત