ઊંઝા: મહાયજ્ઞમાં હાર્દિકને બોલાવવા કેમ મહેનત ન કરી, આક્રોશનો બીજો વિડીયો

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા ઉમિયાધામ ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓ વચ્ચે આયોજકો રોષનો સામનો કરી રહ્યા છે. અગાઉ કેટલાક યુવાનોએ આયોજકોને મળી અમિતશાહનો વિરોધ નોંધાવ્યાનો વિડીયો સામે આવ્યો હતો. આ પછી બીજો વિડીયો બહાર આવ્યો તેમાં આંદોલન વખતે શહિદ થયેલા પરિવારનો યુવક ભારે આક્રોશ ઠાલવી રહ્યો છે. જેમાં અગાઉના મહાયજ્ઞમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારના મંત્રીઓને કેમ
 
ઊંઝા: મહાયજ્ઞમાં હાર્દિકને બોલાવવા કેમ મહેનત ન કરી, આક્રોશનો બીજો વિડીયો

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ઉમિયાધામ ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓ વચ્ચે આયોજકો રોષનો સામનો કરી રહ્યા છે. અગાઉ કેટલાક યુવાનોએ આયોજકોને મળી અમિતશાહનો વિરોધ નોંધાવ્યાનો વિડીયો સામે આવ્યો હતો. આ પછી બીજો વિડીયો બહાર આવ્યો તેમાં આંદોલન વખતે શહિદ થયેલા પરિવારનો યુવક ભારે આક્રોશ ઠાલવી રહ્યો છે. જેમાં અગાઉના મહાયજ્ઞમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારના મંત્રીઓને કેમ આમંત્રણ ન આપ્યુ ? તેમજ હાર્દિકને દર્શનનો લાભ અપાવવા હાઇકોર્ટમાં કેમ મહેનત ન કરી ? તેવા સવાલો કરતા ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઊંઝા: મહાયજ્ઞમાં હાર્દિકને બોલાવવા કેમ મહેનત ન કરી, આક્રોશનો બીજો વિડીયો

મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે મહાયજ્ઞના મહેમાનોને લઇ સવાલો અને ગરમાગરમી વધી ગઇ છે. અગાઉ કેટલાક યુવાનોએ નારાજગી વ્યક્ત કર્યા બાદ અચાનક આંદોલનમાં શહીદ થયેલા કનુભાઈ અંબાલાલ પટેલના પત્ની તથા તેમના ભત્રીજા બ્રિજેશભાઈ પટેલ મંદીરના ટ્રસ્ટીઓને મળવા દોડી ગયા હતા. જેમાં મહાયજ્ઞમાં માત્ર ભાજપના દિગ્ગજોને આમંત્રણ આપ્યા સામે આંદોલનમાં શહીદ થયેલા પરિવારોના ઘેર જઇ કેમ આમંત્રણ ન આપ્યા ? આ સાથે હાર્દિકને મહેસાણામાં પ્રતિબંધ હોવાથી મહાયજ્ઞમાં તેડાવવા હાઇકોર્ટમાં વકીલ મારફત કેમ મથામણ ન કરી ? આ સવાલોથી ઘડીભર ઓફીસમાં ગરમાવો આવી ગયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિડીયોમાં સૌથી મોટી વાત સામે આવી છે કે, લેઉવા પાટીદારના નેતા નરેશ પટેલને ઉમિયાધામ ખાતે કેમ ન બોલાવ્યા ? તેવો સવાલ કર્યો હતો. આ દરમ્યાન લેઉવા અને કડવા પાટીદારોમાં વિખવાદ થાય તેવુ કરવાનો ગંભીર આક્ષેપ કરતા આયોજકો ચોંકી ગયા હતા. જેનાથી વાતચીતનો માહોલ ઉગ્ર બની જતાં ટ્રસ્ટીએ ઓફીસમાંથી નિકળી જવાનુ કહેતા રજૂઆત કરવા આવેલા રોષ સાથે પરત ફર્યા હતા. ઉલ્લેખનિય છે કે, માતાજીના સૌથી મોટા મહોત્સવમાં પાટીદારોની આંતરિક નારાજગી વિડીયોથી વારંવાર સામે આવી રહી છે.