Unlock 4: રેલવે ટૂંક સમયમાં 100 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંક્ટની વચ્ચે આજથી અનલોક 4.0ની શરૂઆત થઇ ગઇ છે. રેલવે ટૂંક સમયમાં 100 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. રેલવેએ એક પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે અને ટ્રેન ચલાવવાની મંજૂરી માંગી છે. ગૃહ મંત્રાલયથી ગ્રીન સિગ્નલ મળતા જ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
Unlock 4: રેલવે ટૂંક સમયમાં 100 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંક્ટની વચ્ચે આજથી અનલોક 4.0ની શરૂઆત થઇ ગઇ છે. રેલવે ટૂંક સમયમાં 100 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. રેલવેએ એક પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે અને ટ્રેન ચલાવવાની મંજૂરી માંગી છે. ગૃહ મંત્રાલયથી ગ્રીન સિગ્નલ મળતા જ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેલ મંત્રાલયે અત્યારે લગભગ 120 ટ્રેન નક્કી કરી છે જેનો પ્રસ્તાવ મંજૂરી માટે ગૃહ મંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો છે. કોરોના પ્રોટોકોલના કારણે ટ્રેન શરૂ કરવા માટે ગૃહ મંત્રાલયથી મંજૂરી જરૂરી છે. એકવાર મંજૂરી મળ્યા બાદ નક્કી કરવામાં આવશે કે ટ્રેન ક્યારથી શરૂ થઇ શકે છે.

ટ્રેન શરૂ કરવા માટે રેલવે રાજ્યોની સાથે તાલમેલ બેસાડસે, તે નક્કી થશે કે કયા શહેરને કેટલી ટ્રેનોની જરૂરીયાત છે. તેના સંપૂર્ણ આંકલન બાદ જ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલવેનો પ્રયત્ન રહેશે કે, દેશના તમામ ક્ષેત્રોમાં રેલવે કનેક્ટિવિટી ફરીથી શરૂ થાય અને યાત્રીઓની મુસાફરી વધારવામાં આવે.