અનલૉક-5: કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ જાહેર, શું ખુલશે અને શું બંધ રહેશે ?

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલૉક-5 માટે ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલૉક-5માં થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50 ટકા સીટો સાથે ખોલવામાં આવશે. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઇનમેન્ટ પાર્કોને ખોલવામાં આવશે. સ્વિમિંગ પૂલને ખેલાડીઓના ટ્રેનિંગ માટે ખોલવામાં આવશે. સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટિપ્લેક્સને લઈને જલ્દી સૂચના અને પ્રચારણ મંત્રાલય ગાઇડલાઇન્સ જાહેર કરશે.
 
અનલૉક-5: કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ જાહેર, શું ખુલશે અને શું બંધ રહેશે ?

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલૉક-5 માટે ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલૉક-5માં થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50 ટકા સીટો સાથે ખોલવામાં આવશે. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઇનમેન્ટ પાર્કોને ખોલવામાં આવશે. સ્વિમિંગ પૂલને ખેલાડીઓના ટ્રેનિંગ માટે ખોલવામાં આવશે. સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટિપ્લેક્સને લઈને જલ્દી સૂચના અને પ્રચારણ મંત્રાલય ગાઇડલાઇન્સ જાહેર કરશે. 15 ઓક્ટોબર પછી અનલૉક-5માં સ્કૂલ અને કોચિંગ સંસ્થાન ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારોને આપવામાં આવ્યો છે. આ માટે માતા-પિતાની મંજૂરી પણ જરૂરી રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અનલૉક-4માં કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવાને લઈને આંશિક રાહત આપી હતી. 21 સપ્ટેમ્બરથી દેશભરમાં આંશિક રીતે સ્કૂલ ખોલવામાં આવી રહ્યા છે. જોકે હજુ સુધી મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો બંધ છે. કેટલાક રાજ્યો સ્કૂલ ખોલવાને લઈને કેન્દ્રની હરી ઝંડીની રાહ જોઈ રહ્યા છે.

અનલૉકના આ તબક્કામાં દૂર્ગા પૂજા, નવરાત્રી, દશેરા જેવા મોટા તહેવારો આવવાના છે. આવામાં સરકારની એસઓપીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે લોકો કોરોના સંક્રમણથી બચાવના ઉપાયો સાથે તહેવારો પણ હર્ષોલ્લાસથી મનાવી શકે. બીજી તરફ મહારાષ્ટ્રે સરકારે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારી દીધું છે.