આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

રાજ્યના સૌથી મોટા ઉંઝા ગંજબજારની ચૂંટણીને લઇ ભાજપમાં આંતરિક ખેંચતાણ તીવ્ર બની છે. આવા સંજોગોમાં સત્તાધિન આગેવાનોને સાઈડ લાઈન કરાવી અન્યને બેસાડવા રાજ્યસ્તરેથી ખેલ ખેલાયો છે. નવી પાંચ મંડળીઓ દાખલ કરવાની મુદત 30 જાન્યુઆરી છતાં 28 જાન્યુઆરીની રાત્રિએ કચેરીમાં મોડી રાત્રિ સુધી ગતિવિધિ ચાલુ હતી.મહેસાણા જિલ્લાની ઊંઝા ગંજબજારની ચૂંટણીમાં મોટાપાયે નાણાકીય દાવ ખેલાયો હોવાનુ છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધિથી સામે આવ્યું છે. ગત 27 નવેમ્બરે ઊંઝા ગંજબજારની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ રાજ્ય સરકારે મહેસાણા જિલ્લા પંચાયત પાસેથી મંડળી નોંધવાની સત્તા લઈ લીધી હતી. આ પછી રાજકીય દાવપેચની વચ્ચે 17 ડિસેમ્બરે જિલ્લા પંચાયતે ઠરાવ કરી નવીન 5 મંડળીઓ 18 ડિસેમ્બરે દાખલ કરી દીધી હતી. આની સામે રજૂઆત થતાં રજીસ્ટ્રારે સ્ટે આપ્યો હતો. જેની સામે રાજ્ય સરકારે સુઓમોટો લઈ 25 જાન્યુઆરીએ દાખલ કરાવવા નક્કી કર્યું હતું. આ દરમિયાન અધિક રજીસ્ટ્રારે નવીન મંડળી દાખલ કરવાના વિવાદની સુનાવણી 30 જાન્યુઆરી રાખેલી છે.

જોકે 29 જાન્યુઆરીએ ઊંઝા ગંજબજારની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોવાથી 28 જાન્યુઆરીએ મોટો ખેલ ખેલવામાં આવ્યો હતો. મહેસાણા જીલ્લા રજીસ્ટાર કચેરીના અધિક રજીસ્ટાર એ. કે ભટ્ટ અને ક્લાર્ક સહિતનાએ 5 મંડળીઓના 105 નવીન મતદારો માટે મોડી રાત્રી સુધી મથામણ આદરી હોવાનુ સામે આવતા ઊંઝા સહિત જિલ્લાભરનુ રાજકારણ ગરમાયું છે.

અધિક રજીસ્ટ્રારે ચુપ્પી સાધી.

આ અંગે અધિક રજીસ્ટ્રાર એ કે ભટ્ટને 28 જાન્યુઆરીએ રાત્રે 9:40 વાગ્યે ફોન કરતાં કચેરીમાં હોવાનું જણાવી અન્ય કંઈ પણ કહેવાની ના પાડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે રાજ્ય સરકારના અને ભાજપના આગેવાનોએ મોટું દબાણ લાવી ઊંઝા ગંજબજારના સર્વેસર્વા પિતા-પુત્રને દૂર કરવા રાજકીય દાવપેચ ખેલ્યો છે.

29 Sep 2020, 7:08 AM (GMT)

COVID-19 Global Stats

33,557,611 Total Cases
1,006,467 Death Cases
24,881,898 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code