UP: પીડિત પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધીની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર, ડેસ્ક કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પીડિતના પરિવારજનોને મળવા માટે દિલ્હીથી હાથરસ જવા નીકળી ચૂક્યા છે. જો કે ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને રોકી લેવામાં આવ્યો. કાફલો રોકવામાં આવ્યા બાદ રાહુલ-પ્રિયંકા પગપાળા જ હાથરસ જવા નીકળી પડ્યા. દિલ્હી નોઈડા બોર્ડર પર કોંગ્રેસ કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ડીએનડી
 
UP: પીડિત પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધીની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર, ડેસ્ક

કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પીડિતના પરિવારજનોને મળવા માટે દિલ્હીથી હાથરસ જવા નીકળી ચૂક્યા છે. જો કે ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને રોકી લેવામાં આવ્યો. કાફલો રોકવામાં આવ્યા બાદ રાહુલ-પ્રિયંકા પગપાળા જ હાથરસ જવા નીકળી પડ્યા. દિલ્હી નોઈડા બોર્ડર પર કોંગ્રેસ કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ડીએનડી પર ભારે પોલીસફોર્સ તૈનાત છે. આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે રાહુલ ગાંધીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસે રાહુલ ગાંધીને કહ્યું કે અમે તમને આગળ જવા નહીં દઈએ. તમારી ધરપકડ કરી રહ્યા છીએ. રાહુલે પોલીસને કહ્યું કે હું એકલો જવા માંગુ છું. જેના પર પોલીસે કહ્યું કે તમારી કલમ 188 હેઠળ ધરપકડ કરીએ છીએ. પોલીસે કહ્યું કે કલમ 188 હેઠળ તમે ભીડ સાથે જઈ શકો નહીં. રાહુલ ગાંધીએ પોલીસને પૂછ્યું કે હાથરસના પીડિત પરિવારને અમે કેમ ન મળી શકીએ? હાથરસ જતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર ટ્વીટ કરીને હુમલો કર્યો. તેમણે કહ્યું કે હાથરસમાં અન્યાય થઈ રહ્યો છે. પરિવાર તપાસથી સંતુષ્ટ નથી. પ્રિયંકાએ યોગી સરકાર પર પીડિત પરિવારને ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે યુપી સરકાર પરિવારને ચૂપ કરાવવા માંગે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત 14 સપ્ટેમ્બરના રોજ હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશન હદના એક ગામની 19 વર્ષની અનુસૂચિત જાતિની યુવતી સાથે અત્યંત ક્રૂરતા આચરવામા આવી. તેની કરોડને ઈજા થઈ અને જીપ કપાવવાના કારણે પહેલા અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરાઈ અને તબિયત બગડતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહીં મંગળવારે તેનું મૃત્યુ થયું. આ ઘટનાને લઈને દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. પીએમ મોદીએ પણ ઘટનાને ગંભીરતાથી લેતા સીએમ યોગી આદિત્યનાથને ફોન કરીને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે આ કેસમાં તપાસ માટે SITની રચના કરી છે અને 7 દિવસમાં રિપોર્ટ આપી દેવા કહ્યું છે.