યુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. પીડિતાના ભાઈ સાથે જ્યારે આ અંગે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તેઓ ઘરમાં બંધ
 
યુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. પીડિતાના ભાઈ સાથે જ્યારે આ અંગે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તેઓ ઘરમાં બંધ હતાં. તેમનું કહેવું છે કે પોલીસ અમને જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરાવવા માટે લઈ જઈ રહી હતી. અમે તેનો વિરોધ કર્યો તો અમને જણાવ્યા વગર જ અમારી બહેનના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. આ દરમિયાન શ્મશાન ઘાટની ચારે બાજુ મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત હતા અને પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એટલું જ નહીં પોલીસે આ દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ રોક લગાવી રહી હતી. આ બાજુ ગ્રામીણો પણ અડધી રાત્રે આ રીતે ગુપચુપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારથી સ્તબ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા. કુટુંબીજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ અગાઉ મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જ્યાં પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. સાંજે ત્યાં ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે. પોલીસનું કહેવું છે કે પીડિતાએ ત્રણ અલગ અલગ નિવેદન આપ્યા છે. બીજી બાજુ પીડિતાના પરિવારે હાથરસ પોલીસ પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવતા આરોપીઓને જલદી ફાંસી આપવાની માગણી કરી છે.

યુપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ યુપી પોલીસના આ પગલાંને કાયરતાપૂર્ણ હરકત ગણવી. કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે નિર્દયતાની હદ છે આ. જે સમયે સરકારે સંવેદનશીલ હોવું જોઈએ ત્યારે સરકારે નિર્દયતાની તમામ હદ વટાવી દીધી. આમ આદમી પાર્ટીએ પણ અંતિમ સંસ્કારનો વીડિયો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો