અપડેટ@દેશ: ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે કોરોનાના 38 હજારથી વધુ નવા કેસો ખૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક લોકોની બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતી હોય તેવું જણાઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડામાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આમ છતાં કોરોનાને લઈને હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 542
 
અપડેટ@દેશ: ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે કોરોનાના 38 હજારથી વધુ નવા કેસો ખૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકોની બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતી હોય તેવું જણાઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડામાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આમ છતાં કોરોનાને લઈને હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 542 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,949 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,10,26,829 થઈ ગયો છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના 41,806 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 40,026 દર્દી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,01,83,876 થઈ છે. હાલ દેશમાં 4,30,422 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી દેશભરમાં એક દિવસમાં 542 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,12,531 પર પહોંચી ગયો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાથી 581 લોકોના મોત થયા હતા.