અપડેટ@ગુજરાત: વરૂણ પટેલની મધ્યસ્થીએ ઉમેદાવારોની તકમાં વધારો કર્યો

અટલ સમાચાર,મહેસાણા એલઆરડીની ભરતી પ્રક્રિયા મુદ્દે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓ અને બિન અનામત વર્ગની મહિલાઓએ આંદોલન છેડ્યું હતું. અનામત વર્ગની મહિલાઓની માગણી હતી કે 1/8/2018નો જી.આર રદ્દ કરવો જોઈએ. જ્યારે બિન અનામત વર્ગની મહિલાઓ અને અગ્રણીઓએ જો આ ઠરાવ રદ્દ થાય તો અન્યાય થશે જેને લઈ આંદોલન શરૂ કર્યું હતું. સમગ્ર આંદોલનને
 
અપડેટ@ગુજરાત: વરૂણ પટેલની મધ્યસ્થીએ ઉમેદાવારોની તકમાં વધારો કર્યો

અટલ સમાચાર,મહેસાણા

એલઆરડીની ભરતી પ્રક્રિયા મુદ્દે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓ અને બિન અનામત વર્ગની મહિલાઓએ આંદોલન છેડ્યું હતું. અનામત વર્ગની મહિલાઓની માગણી હતી કે 1/8/2018નો જી.આર રદ્દ કરવો જોઈએ. જ્યારે બિન અનામત વર્ગની મહિલાઓ અને અગ્રણીઓએ જો આ ઠરાવ રદ્દ થાય તો અન્યાય થશે જેને લઈ આંદોલન શરૂ કર્યું હતું. સમગ્ર આંદોલનને થાળે પાડવા વરૂણ પટેલે મધ્યસ્થી કરતા ઉમેદવારોની તકોમાં વધારો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં લોક રક્ષક દળની ભરતીમાં પરિપત્રને લઇ ભારે વિવાદ બાદ સમાધાનકારી વળાંક આવ્યો છે. બિન અનામત વર્ગ અને અનામત વર્ગની મહિલાઓ ઉગ્ર આંદોલન ઉપર ઉતર્યા બાદ ભાજપ નેતા વરૂણ પટેલે મધ્યસ્થી કરી હતી. અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ અને અગ્રણીઓના આંદોલનને લઇને સરકાર પણ ભીંસમાં મુકાઇ હતી. જોકે તેમણે સમાધાન ફોરમ્યુલા લાવી અને મહિલાઓની સીટમાં વધારો કરતા આંદોલન સમેટાય તેવા સંકેતો હાલ પૂરતા જોવા મળી રહ્યા છે.

અપડેટ@ગુજરાત: વરૂણ પટેલની મધ્યસ્થીએ ઉમેદાવારોની તકમાં વધારો કર્યો

સુત્રોએ જણાવ્યુ હતુ કે અનામત વર્ગની મહિલાઓ પહેલેથી જ આંદોલન ઉપર હતી. આ દરમ્યાન બિન અનામત વર્ગની મહિલાઓ પોતાની માંગણીઓને લઇ ઉગ્ર આંદોલન શરૂ કરતા સરકાર પણ શું કરવું તે વિચારી રહી હતી. આ દરમ્યાન ભાજપના નેતા વરૂણ પટેલ અને તેઓની સાથે તેમની ટીમના અને વિજાપુર પાસના પૂર્વ કન્વીનર અને હાલ ભાજપના નેતા અભીક પટેલ અને તેમની ટીમે સરકારમાં રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને અને સીએમ વિજય રૂપાણીને સતત મળી અને ઉકેલ લાવવા માટે માગણી કરી હતી. આ સાથે દરેશ મહિલાને ન્યાય મળે તે માટે તેઓ દોડતા રહ્યા હતા. આખરે તેમણે સૂચવેલા માર્ગ પર સરકારે સમાધાન ફોર્મ્યુલા નક્કી કરી હતી અને અનામત અને બિન અનામત સમાજની મહિલાઓને ન્યાય મળે એ માટે ભરતી પ્રક્રિયામાં વધારો કર્યો હતો.

અપડેટ@ગુજરાત: વરૂણ પટેલની મધ્યસ્થીએ ઉમેદાવારોની તકમાં વધારો કર્યો

નોંધનિય છે કે, હાલ પૂરતુ આંદોલન સમેટાયું હોય તેવું લાગી રહ્યું છે. વરૂણ પટેલે અનામત અને બિનઅનામત વર્ગની મહિલાઓ, આંદોલનકારીઓ સાથે સતત સંપર્કમાં રહી તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડી હતી. અભી પટેલ અને વરૂણ પટેલે સરકારે ફોર્મ્યુલા લાવી અને સમાધાન કર્યું અને આંદોલન સમેટાઈ તેવા પ્રયાસો કર્યા જેથી બન્ને સમાજની દીકરીઓને ન્યાય મળ્યો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે વરૂણ પટેલ સહિતનાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને સીએમ વિજય રૂપાણી સહિતનાનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં પણ સરકાર સાથે રહી અને કોઇપણ પક્ષની અન્યાય ન થાય એવી આશા સેવી હતી.