અપડેટ@ઇડર: જૈન મંદીરના મુનીઓને મળ્યા જામીન, રીમાન્ડ નામંજૂર થયા

અટલ સમાચાર,ઇડર કોરોના મહામારી વચ્ચે ઇડરમાં જૈનમુની દુષ્કર્મ મામલે આજ રોજ બન્ને જૈન મુનિને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્રારા બંનેના 14 દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા પાવાપુરી જૈન મંદિરના રીમાન્ડ નામંજૂર કર્યા હતા. ઇડર કોર્ટ દ્રારા બંને સાધુઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, જૈન સમાજના
 
અપડેટ@ઇડર: જૈન મંદીરના મુનીઓને મળ્યા જામીન, રીમાન્ડ નામંજૂર થયા

અટલ સમાચાર,ઇડર

કોરોના મહામારી વચ્ચે ઇડરમાં જૈનમુની દુષ્કર્મ મામલે આજ રોજ બન્ને જૈન મુનિને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્રારા બંનેના 14 દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા પાવાપુરી જૈન મંદિરના રીમાન્ડ નામંજૂર કર્યા હતા. ઇડર કોર્ટ દ્રારા બંને સાધુઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, જૈન સમાજના આગેવાનોએ અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને આવેદન પત્ર આપ્યુ હતું. અને જિલ્લા પોલીસ ડા સમક્ષ જૈન સમાજે આ સાધુઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં જૈનમુની દુષ્કર્મ મામલે આજે કોર્ટે બંનેને જામીન આપ્યા છે. અગાઉ જિલ્લા પોલીસવડાએ નાર્કોટેસ્ટ અને ડીએનએ કરી કાર્યવાહી કરવા પણ જણાવ્યુ હતું. પોલીસ દ્વારા બંને લંપટ સાધુઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરાઈ હતી. છ મુદ્દાઓ સાથે પોલીસે બંને સાધુ મહારાજને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય પાંચ જેટલી મહિલાઓના નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા બંને મહારાજના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. અને કોર્ટ દ્વારા બંને લંપટ મહારાજના 15-15 હજારના જામીન મંજુર કરાયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઈકાલે વધુ એક મહિલાએ જૈનમુની પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. 75 વર્ષની વૃદ્ધાએ નિવેદનમાં જણાવ્યુ કે, સાત-આઠ વર્ષ પહેલા એકલતાનો લાભ લઈને છેડતી કરી હતી. મહિલાના નિવેદન બાદ જૈનમુની સામે લોકોનો રોષ ભભુકી ઉઠ્યો હતો. શનિવારે જૈનમુની દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા બે જૈનમુનીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને મુનીની તબીયત સારી ન હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને લંપટ સાધુઓના ગત રાત્રી એ હિંમતનગર સિવિલમાં કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે નેગેટીવ આવ્યા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના ?

ઇડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુઓએ અનુયાયી મહિલા સાથે મંદિર પરિસરમાં જ કામલીલા આચરી હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. જલમંદિરના જૈન મહારાજો દ્વારા પરિણીતાઓ સાથેના કથિત વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં જોવા મળેલી પીડિતાએ ઈડર પોલીસને નિવેદન આપ્યું હતું કે, ફરિયાદીએ તેને મોબાઈલ આપીને જૈન મહારાજોનો વ્યાભિચાર રેકોર્ડ કરવાની ગોઠવણ કરી આપી હતી.