અપડેટ@મહેસાણા: નગરપાલિકામાં ભાજપ આગળ, મત ગણતરી કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે રવિવારે મહેસાણા જિલ્લા પંચાયતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં 63.61 ટકા મતદાન નોંધાયું છે. તો જિલ્લાની નગરપાલિકાઓમાં 58.95 ટકા અને 10 તાલુકા પંચાયતોમાં સરેરાશ 65.44 ટકા મતદાન નોંધાયું છે. તો કડી નગરપાલિકા 26 અને ઊંઝા નગરપાલિકાની 2 બેઠક બીનહરિફ જાહેર થઈ હતી. જોકે આજે
 
અપડેટ@મહેસાણા: નગરપાલિકામાં ભાજપ આગળ, મત ગણતરી કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે રવિવારે મહેસાણા જિલ્લા પંચાયતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં 63.61 ટકા મતદાન નોંધાયું છે. તો જિલ્લાની નગરપાલિકાઓમાં 58.95 ટકા અને 10 તાલુકા પંચાયતોમાં સરેરાશ 65.44 ટકા મતદાન નોંધાયું છે. તો કડી નગરપાલિકા 26 અને ઊંઝા નગરપાલિકાની 2 બેઠક બીનહરિફ જાહેર થઈ હતી. જોકે આજે મત ગણતરીના દિવસે ભાજપ-કોંગ્રેસ-આપના સમર્થકો મોટી સંખ્યામાં મત ગણતરી કેન્દ્રો પર પહોંચ્યાં હોઇ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અપડેટ@મહેસાણા: નગરપાલિકામાં ભાજપ આગળ, મત ગણતરી કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મહેસાણાની અર્બન સ્કૂલની બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. વ્હેલી સવારથી જ મતગણતરી સેન્ટરની બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા છે અને બંને પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં ગેટ આગળનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

અપડેટ@મહેસાણા: નગરપાલિકામાં ભાજપ આગળ, મત ગણતરી કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત