અપડેટ@પાટણ: 5 સાજા કર્યા ત્યાં આજે વધુ એક કોરોના પોઝિટીવ આવ્યો

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાતા કુલ આંકડો 71 પહોંચ્યો છે. જીલ્લામાં આજે પાંચ દર્દીઓને સાજા કર્યા ત્યાં આજે વધુ એક કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. સિધ્ધપુર તાલુકાના ગામે 75 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ જીલ્લામાં વધુ પાંચ દર્દીઓ કોરોના સામે જંગ
 
અપડેટ@પાટણ: 5 સાજા કર્યા ત્યાં આજે વધુ એક કોરોના પોઝિટીવ આવ્યો

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાતા કુલ આંકડો 71 પહોંચ્યો છે. જીલ્લામાં આજે પાંચ દર્દીઓને સાજા કર્યા ત્યાં આજે વધુ એક કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. સિધ્ધપુર તાલુકાના ગામે 75 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ જીલ્લામાં વધુ પાંચ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જેમાં સમી, રણોદ, પાટણ, ચાણસ્મા અને રૂનીના પાંચ દર્દીઓ સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અપડેટ@પાટણ: 5 સાજા કર્યા ત્યાં આજે વધુ એક કોરોના પોઝિટીવ આવ્યો

પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામે એક વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નિદ્રોડા ગામના 75 વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયુ હતુ. જોકે આજે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે આજે સમી, રણોદ, પાટણ, ચાણસ્મા અને રૂની(પાટણ)ના કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરાયા છે.

અપડેટ@પાટણ: 5 સાજા કર્યા ત્યાં આજે વધુ એક કોરોના પોઝિટીવ આવ્યો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં અત્યાર સુધી 71 કેસ નોંધાયા છે જેમાંથી કુલ 43 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. આ સાથે કોરોનાને કારણે કુલ 5 લોકોના મોત થયા છે. આજે ડીસ્ચાર્જ કરાયેલા દર્દીઓમાં પાટણ તાલુકાના રૂની ગામના 1 દર્દી, પાટણની ગીતાંજલી સોસાયટીના 1 દર્દી, સમીના રાધનપુરી દરવાજાના 1 દર્દી, શંખેશ્વરના રણોદ ગામના 1 દર્દી અને ચાણસ્માની ગુરૂકુલ સોસાયટીના 1 દર્દીનો સમાવેશ થાય છે.