ખળભળાટઃ કૃષિ બિલને લઈ રાજ્યસભામાં હોબાળો, 8 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યસભામાં આજે વિપક્ષી સાંસદનો મુદ્દો ઉઠ્યો. સભાપતિએ હોબાળો કરનારા સાંસદો સામે કાર્યવાહી હાથ ધરી છે. હોબાળો કરનારા વિપક્ષી દળોના સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રિપૂન બોરા, નઝીર હુસૈન, કેકે રાગેશ, એ. કરીમ, રાજીવ સાતવ, ડોલા સેન સામેલ છે. આ
 
ખળભળાટઃ કૃષિ બિલને લઈ રાજ્યસભામાં હોબાળો, 8 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યસભામાં આજે વિપક્ષી સાંસદનો મુદ્દો ઉઠ્યો. સભાપતિએ હોબાળો કરનારા સાંસદો સામે કાર્યવાહી હાથ ધરી છે. હોબાળો કરનારા વિપક્ષી દળોના સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રિપૂન બોરા, નઝીર હુસૈન, કેકે રાગેશ, એ. કરીમ, રાજીવ સાતવ, ડોલા સેન સામેલ છે. આ દરમિયાન રાજ્યસભાના ઉપસભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સભાપતિ વૈંકેયા નાયડૂએ ફગાવી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચા વખતે રવિવારે બનેલી ઘટના પર સભાપતિએ કહ્યું કે રાજ્યસભા માટે સૌથી ખરાબ દિવસ હતો. કેટલાક સાંસદોએ પેપર ફેંક્યા. માઇકને તોડી દીધા. રૂલ બુકને ફેંકવામાં આવી. આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. ઉપસભાપતિને ધમકી આપવામાં આવી. તેમની સામે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી.

ખળભળાટઃ કૃષિ બિલને લઈ રાજ્યસભામાં હોબાળો, 8 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
જાહેરાત

રવિવારે રાજ્યસભામાં બે અગત્યના કૃષિ બિલોને સરકારે ભારે હોબાળાની વચ્ચે પાસ કરાવી લીધા. આ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ વેલમાં આવીને હોબાળો કર્યો. કેટલાક સાંસદોએ ઉપસભાપતિની સામે પહોંચીને બિલની નકલોને ફાડી દીધી અને ઉપસભાપતિના માઇકને પણ ઉખાડવાનો પ્રયાસ કર્યો. આ બધાનું વીડિયો રેકોર્ડીગ સંસદીય કાર્ય મંત્રાલયની પાસે છે. આજે રાજ્યસભામાં ત્રીજું કૃષિ બિલ રજૂ કરવામાં આવશે.