અમેરિકાઃ ટ્રમ્પે ટિકટૉક પર લગાવ્યો પ્રતિબંધ, દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચીનની એપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો છે. તેઓએ આ એપને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આદેશ મુજબ, અમેરિકા ટિકટૉક ચલાવનારી કંપની બાઇટ ડાન્સની સાથે આગામી 45 દિવસ સુધી કોઈ કારોબાર નહીં કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ટિકટૉક યૂઝર્સના ડેટા ચીનની સરકારને આપે છે. નોંધનીય
 
અમેરિકાઃ ટ્રમ્પે ટિકટૉક પર લગાવ્યો પ્રતિબંધ, દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચીનની એપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો છે. તેઓએ આ એપને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આદેશ મુજબ, અમેરિકા ટિકટૉક ચલાવનારી કંપની બાઇટ ડાન્સની સાથે આગામી 45 દિવસ સુધી કોઈ કારોબાર નહીં કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ટિકટૉક યૂઝર્સના ડેટા ચીનની સરકારને આપે છે. નોંધનીય છે કે, ભારતે પણ ગત મહિને ટિકટૉક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના પ્રકોપ બાદથી જ ટ્રમ્પ ચીનથી ખૂબ જ નારાજ રહેતા હતા. તેઓએ જાહેરમાં અનેકવાર ચીન પર કોરોના ફેલાવાવનો આરોપ લગાવ્યો છે. એક સપ્તાહ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટૉક પર પ્રતિબંધ મૂકવાના સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેઓ અનેક વિકલ્પો અંગે પણ વિચાર કરી રહ્યા છે.