સિલ્કી વાળ બનાવવા માટે ફક્ત આ 3 વસ્તુ વાપરો પછી જોવો કમાલ

અટલ સમાચાર, ડેસ્ક શુષ્ક વાળ, હેરફોલ, ડબલ વાળ અને ખોળો જેવી વાળની સમસ્યાઓ આજકાલ સામાન્ય બનતી જાય છે. જે માટે છોકરીઓ મોંઘાદાટ શેમ્પૂ અને સલૂન ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. જેનાથી ખાસ ફરક તો પડે છે પરંતુ થોડા સમય બાદ વાળ હતા તેના કરતા પણ વધારે ખરાબ થઇ જાય છે. ત્યારે આજે આપણે એક હોમ મેડ
 
સિલ્કી વાળ બનાવવા માટે ફક્ત આ 3 વસ્તુ વાપરો પછી જોવો કમાલ

અટલ સમાચાર, ડેસ્ક

શુષ્ક વાળ, હેરફોલ, ડબલ વાળ અને ખોળો જેવી વાળની સમસ્યાઓ આજકાલ સામાન્ય બનતી જાય છે. જે માટે છોકરીઓ મોંઘાદાટ શેમ્પૂ અને સલૂન ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. જેનાથી ખાસ ફરક તો પડે છે પરંતુ થોડા સમય બાદ વાળ હતા તેના કરતા પણ વધારે ખરાબ થઇ જાય છે. ત્યારે આજે આપણે એક હોમ મેડ માસ્ક બનાવતા શીખીશું જે તમારા વાળને સિલ્કી અને ચમકીલા બનાવશે.

સામગ્રી

ઈંડા
દહીં
તેલ (કોપરેલ કે સરસવનું તેલ)

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીતઃ

વાળની લંબાઈ પ્રમાણે ઈંડું અને દહીં લો.જો તમારા વાળ ખભા સુધી આવે છે તો એક ઈંડું અને કમર સુધી આવે છે તોબે ઈંડા અને તેનાથી પણ લાંબા છે તો 3 ઈંડા લો.દહીંનું પ્રમાણ પણ ઈંડાની સંખ્યા પ્રમાણે નક્કી થશે.જો એક અથવા બે ઈંડાનો ઉપયોગ કરો છો તો 2 મોટી ચમચી દહીં નાખો.બેથી વધારે ઈંડાનો ઉપયોગ કરતા હોવ તો 3 ચમચી દહીંનો ઉપયોગ કરો.આ પેક બનાવવા માટે ઈંડાના પીળા ભાગને નીકાળી લો,માત્ર એગ વ્હાઈટ અને દહીંને મિક્સ કરો.આ બાદ તેમા 3 ચમચી તેલ નાંખો.આ બધાને મિક્સ કરીને 2 મિનિટ સુધી સારી રીતે હલાવો.

આ પેસ્ટને સાફ વાળમાં લગાવો. આ પેસ્ટને વાળનાં મૂળમાં નહીં, માત્ર વાળ પર લગાવો. 40 મિનિટથી 1 કલાક સુધી પેક લગાવી રાખો અને પછી નોર્મલ પાણીથી ધોઈ કાઢો. બીજા દિવસે શેમ્પૂથી વાળ સાફ કરો. વધારે સારું પરિણામ જોઈતું હોય તો મહિનામાં બે વાર આ પ્રયોગ કરો.