ઉપયોગીઃ ધનવાન બનાવશે રાવણ સંહિતાનું પઠન, આ મંત્ર જપો

અટલ સમાચાર, ડેસ્ક 8 ઓક્ટોબરે દશેરાના તહેવારને આખા દેશમાં ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવશે. આ પર્વને વિજયાદશમી કહેવામાં આવે છે. વિજયાદશમીના આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. રાવણને દુષ્ટતાનું પ્રતિક માનવામાં આવે છે. જેથી લોકો વિજયાદશમીના દિવસે રાવણના પૂતળાનું દહન કરે છે. ભલે રાવણ એક રાક્ષક હતો પરંતુ તેની અંદર તમામ પ્રકારના એવા ગુણો
 
ઉપયોગીઃ ધનવાન બનાવશે રાવણ સંહિતાનું પઠન, આ મંત્ર જપો

અટલ સમાચાર, ડેસ્ક

8 ઓક્ટોબરે દશેરાના તહેવારને આખા દેશમાં ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવશે. આ પર્વને વિજયાદશમી કહેવામાં આવે છે. વિજયાદશમીના આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. રાવણને દુષ્ટતાનું પ્રતિક માનવામાં આવે છે. જેથી લોકો વિજયાદશમીના દિવસે રાવણના પૂતળાનું દહન કરે છે. ભલે રાવણ એક રાક્ષક હતો પરંતુ તેની અંદર તમામ પ્રકારના એવા ગુણો હતા જેની પ્રશંસા ભગવાન રામ સહિત અનેક દેવી દેવતા કરતા હતા.

ઉપયોગીઃ ધનવાન બનાવશે રાવણ સંહિતાનું પઠન, આ મંત્ર જપો
file photo

રાવણને અનેક શાસ્ત્રોનું જ્ઞાન હતું. એટલા માટે મહાન પંડિતની પદવી પણ તેમણે હાંસલ કરી છે. રાવણે જ્યોતિષ અને તંત્ર વિદ્યામાં મહારાત હાંસલ કરી હતી. રાવણે રાવણ સંહિતાની રચના કરી હતી. જેમાં રાવણે અનેક ઉપાયો જણાવ્યા છે. આ ઉપાયોને અપનાવીને અને વ્યક્તિ પોતાની કિસ્મત ચમકાવી શકે છે. દશેરા નિમિત્તે જાણીએ રાવણ સંહિતાનો ઉપાય

ઉપયોગીઃ ધનવાન બનાવશે રાવણ સંહિતાનું પઠન, આ મંત્ર જપો
file photo

પોતાની આર્થીક સ્થિતિને મજબૂત કરવા માટે સતત 21 દિવસો સુધી સતત રુદ્રાક્ષની માળા કરીને ‘ॐ હૃીં શ્રીં ક્લીં નમઃ ધ્વઃ ધ્વઃ સ્વાહા’ મંત્રનો જાપ કરવો જોઇએ. રાવણે રાવણ સંહિતામાં દુર્વાને ખુબજ ચમત્કારી માનવવામાં આવ્યું છે. ધન પ્રાપ્તિ માટે દૂધમાં દુર્વાઘાસને રાખી માથા ઉપર તિલક કરવાથી ધનની પ્રાપ્તી થાય છે.

ઉપયોગીઃ ધનવાન બનાવશે રાવણ સંહિતાનું પઠન, આ મંત્ર જપો

રાવણ સંહિતાના અનુસાર સમાજમાં પોતાની યશ કિર્તી વધારવા માટે બિલી પત્રને વાટીને ચંદન લગાવવું જોઇએ. ધનથી સંબંધિત દરેક સમસ્યાઓની નિદાન માટે ‘ॐ સરસ્વતી ઈશ્વરી ભગવતી માતા ક્રાં ક્લીં શ્રીં શ્રીં મમ ધન દેહિ ફટ સ્વાહા’ આ મંત્રનો જાપ સતત 40 દિવસો સુધી કરવાથી મહાલક્ષ્મીની કૃપા વધે છે.