રસીકરણઃ 4 દિવસમાં 6 લાખને કોરોનાની રસી અપાઈ, 1,080 લોકોમાં આડ અસર જોવા મળી

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ઉપલબ્ધ આંકડાના જણાવ્યાનુંસાર રસીકરણ બાદ પ્રતિકુળ અસર (એઈએફઆઈ)ના અત્યાર સુધી ફક્ત 0.18 ટકા મામલા સામે આવ્યા છે અને ફક્ત 0.002 ટકા લોકો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે જે બહું નીચલુ સ્તર છે. જ્યાં સુધી અમને ખબર છે પહેલા દિવસમાં આડ અસરના આ સૌથી ઓછા કેસ
 
રસીકરણઃ 4 દિવસમાં 6 લાખને કોરોનાની રસી અપાઈ, 1,080 લોકોમાં આડ અસર જોવા મળી

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ઉપલબ્ધ આંકડાના જણાવ્યાનુંસાર રસીકરણ બાદ પ્રતિકુળ અસર (એઈએફઆઈ)ના અત્યાર સુધી ફક્ત 0.18 ટકા મામલા સામે આવ્યા છે અને ફક્ત 0.002 ટકા લોકો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે જે બહું નીચલુ સ્તર છે. જ્યાં સુધી અમને ખબર છે પહેલા દિવસમાં આડ અસરના આ સૌથી ઓછા કેસ છે. ભારતમાં પહેલા દિવસે કોવિડ 19 રસીકરણ અભિયાન હેઠળ સૌથી વધારે લોકોને રસી લગાવવામાં આવી. ભૂષણે કહ્યુ કે પહેલા દિવસે ભારતમાં 2,07,229 લોકોને રસી આપવામાં આવી. જ્યારે પહેલા દિવસે અમેરિકામાં 79,458, બ્રિટનમાં 19,700 ફ્રાન્સમાં 73 લોકોને રસી અપાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો આપણે પહેલા અઠવાડિયાના આંકડાઓ પર ધ્યાન આપીએ તો અમેરિકામાં 5,56,208 લોકોનું રસીસકરણ થયું જે આપણે 3 દિવસમાં પાર કરી ચૂક્યા છીએ. બ્રિટનમાં પહેલા વીકમાં 1,37,897 અને ફ્રાન્સમાં 516 અને રશિયામાં 52,000 લોકોનું રસીકરણ થયું. તેની સરખામણીએ આપણે જે શરુઆત કરી છે તેમાં સ્પીડ આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભૂષણે કહ્યું કે રાજસ્થાન અને યુપી સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 70 ટકાથી વધારે રસીકરણ કર્યુ છે. તેમણે કહ્યું કે કોવિડ 19 રસીકરણ કવરેજમાં સારુ પ્રદર્શન કરનારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લક્ષ્યદ્વીપ (89.3 ટકા), સિક્કિમ (85.7 ટકા) , ઓડિશા (82.6 ટકા), તેલંગાણા (81.1 ટકા), ઉત્તર પ્રદેશ (71.4 ટકા), રાજસ્થાન (71.3 ટકા) સામેલ છે. તેમણે કહ્યું કે કોવિડ 19ના કુલ ઉપચારાધિન દર્દીઓમાં 71 ટકા કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના છે.