રસીકરણ@દેશ: બીજા તબક્કામાં PM મોદી, મુખ્યમંત્રી, સાસંદો અને ધારાસભ્યો પણ રસી લેશે

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક ભારતમાં કોરોના વાયરસના રસીકરણનુ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ફ્રન્ટ લાઈન વોરીયરને રસીકરણના અભિયાનનો લાભ આપવામાં આવ્યો છે. આ દરમ્યાન ખબર મળી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રસીકરણના બીજા તબક્કામાં રસી આપવામાં આવશે. જેમાં તેમની સાથે-સાથે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કોરોનાની રસી આપવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રસીકરણ@દેશ: બીજા તબક્કામાં PM મોદી, મુખ્યમંત્રી, સાસંદો અને ધારાસભ્યો પણ રસી લેશે

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસના રસીકરણનુ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ફ્રન્ટ લાઈન વોરીયરને રસીકરણના અભિયાનનો લાભ આપવામાં આવ્યો છે. આ દરમ્યાન ખબર મળી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રસીકરણના બીજા તબક્કામાં રસી આપવામાં આવશે.  જેમાં તેમની સાથે-સાથે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કોરોનાની રસી આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના રસીકરણની બીજો તબક્કો માર્ચ અથવા એપ્રીલમાં શરૂ થવાની સંભાવનાઓ છે. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 50 વર્ષથી વધુની આયુના નાગરીકોને રસી આપવામાં આવશે. રસીકરણના પ્રથમ તબક્કામાં 3 કરોડ ફ્રન્ટ લાઈન વોરીયરને રસીકરણ આપવાનો લક્ષ છે. કેન્દ્રીય મંત્રાલયના આંકડા અનુસાર ગઈકાલ સુધી કુલ 7,86,842 લોકોને રસી આપવામાં આવી હતી. બીજા તબક્કાના રસીકરણમાં સાંસદસભ્યો તથા ધારાસભ્યોને પણ રસી આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અમેરીકન રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ રસી લઈ ચુક્યા છે. જેથી ભારતમાં રસીકરણના બીજા તબક્કામાં પીએમ નરેન્દ્ર મોદી પણ રસીના શોટ્સ લઈને રસી લેનારા નેતાઓની શ્રેણીમાં આવી જશે.