વડગામ: ધોતામાં શ્રાવણીયો જુગાર રમતા 6 નબીરા ઝડપાયા

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી) વડગામ તાલુકાના ધોતા ગામમાં બપોરના સમયે શ્રાવણીયો જુગાર રમતાં 6 શકુનીયોને વડગામ પોલીસે ઝડપી લઇને જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડગામ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ધોતા ગામમાં બપોરના સમયે એક મકાનમાં શ્રાવણીયો જુગાર રમાતાં હોવાની મળેલી બાતમીના આધારે વડગામ પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરતાં 6 નબીરા જુગાર
 
વડગામ: ધોતામાં શ્રાવણીયો જુગાર રમતા 6 નબીરા ઝડપાયા

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)

વડગામ તાલુકાના ધોતા ગામમાં બપોરના સમયે શ્રાવણીયો જુગાર રમતાં 6 શકુનીયોને વડગામ પોલીસે ઝડપી લઇને જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડગામ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ધોતા ગામમાં બપોરના સમયે એક મકાનમાં શ્રાવણીયો જુગાર રમાતાં હોવાની મળેલી બાતમીના આધારે વડગામ પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરતાં 6 નબીરા જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

પોલીસે રોકડ રકમ રૂ. 1,023 તેમજ 6 નંગ મોબાઇલ કબજે કર્યા હતા. જેની કિંમત અંદાજે રૂ 2,800 મળીને કુલ રકમ રૂ 13,030 સાથે 6 નબીરાઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારીયાઓ નામ

  1. સોમાભાઈ નાથાભાઈ
  2. રધનાથજી હીરાજી
  3. ભગવાનભાઇ
  4. પિતામ્બરભાઇ કરશનભાઈ
  5. અમરતભાઈ નરસિંહભાઇ
  6. રાજેશભાઇ હીરાભાઈ