આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના નાંદોત્રામાં આવેલા પીએચસી દ્વારા વરસડા ગામે આયુષ્યમાન ભારત અંતર્ગત મેડિકલ ચેકઅપના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જુદા જુદા રોગોનુ સારવાર અને અને માર્ગદર્શન ડોક્ટર નરેન્દ્રભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં લેબોરેટરીની તપાસ કામગીરી પીડી ગુજર, એન જી ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.

કેમ્પમાં ૮૦ કરતા વધુ દર્દીઓએ પોતાની તપાસ કરાવી હતી. જેમાંથી ૧૫ જેટલા દર્દીઓને વધુ સારવાર માટે નાંદોત્રા પીએચસી ખાતે મોકલવામાં આવ્યા હતા, જયાં ડોક્ટર પ્રકાશભાઇ ચૌધરી મેડિકલ ઓફિસર દ્વારા વધુ સારવાર કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર સંજય શાહ, ડોક્ટર મુકેશભાઈ ત્રિવેદી, તાલુકા આરોગ્ય અધિકારી ડી.બી મહેતા સહીત ડોક્ટરો એ હાજર રહી આવેલા દર્દીઓને વિવિધ રોગો વિશે અને તેની જાણકારી ની માહિતી આપી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code