વડગામ: સેંભરગોગ મહારાજના મંદીરે નાગપાંચમનો ભાતીગળ લોકમેળો યોજાયો

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સેંભર(સે) ખાતે પ્રાચિન ગોગા મહારાજના મંદિરે દર વર્ષેની જેમ આ વર્ષે પણ નાગપંચમીનો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. શેરપુરા(સે) નજીક સરસ્વતી નદીના કીનારે અને પર્વતોની ગીરીમાળા વચ્ચે આવેલ રમણીય સ્થળ અને પ્રાચીન સેંભર ગોગ માહારાજના મંદિરે નાગપંચમી દિવસે લોકમેળો યોજાયો હતો. જેમા વડગામ, ખેરાલુ, ચાણસોલ તેમજ મહેસાણા
 
વડગામ: સેંભરગોગ મહારાજના મંદીરે નાગપાંચમનો ભાતીગળ લોકમેળો યોજાયો

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સેંભર(સે) ખાતે પ્રાચિન ગોગા મહારાજના મંદિરે દર વર્ષેની જેમ આ વર્ષે પણ નાગપંચમીનો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. શેરપુરા(સે) નજીક સરસ્વતી નદીના કીનારે અને પર્વતોની ગીરીમાળા વચ્ચે આવેલ રમણીય સ્થળ અને પ્રાચીન સેંભર ગોગ માહારાજના મંદિરે નાગપંચમી દિવસે લોકમેળો યોજાયો હતો.

વડગામ: સેંભરગોગ મહારાજના મંદીરે નાગપાંચમનો ભાતીગળ લોકમેળો યોજાયો

જેમા વડગામ, ખેરાલુ, ચાણસોલ તેમજ મહેસાણા પંથકમાંથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટીને નાગપંચમીના ગોગાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી .ભાતીગળા લોકમેળામાં બાળકો માટે અવનવા રમકડાંઓના સ્ટોલો, ખાણીપીણીના સ્ટોલ તેમજ ચકડોળો લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની હતી.

સેંભર ગોગ માહારાજના મંદિરની વિશેષતા : સેંભર ગોગ મહારાજનુ મંદિર કોતરણી કામથી બનાવાયું છે. જેમા તમામ ગોગની કોતરણી કરાઇ છે. આખે આખુ મંદિર ગોગની કોતરણી કરાઇ છે. દર પાંચમે મેળો યોજાય છે જેમાં નાગપંચમીનો મોટો મહામેળો છે.