વડગામ: રૂપાલ ગામમાંથી ગુમ કિશોરી કૂવામાંથી બેભાન હાલતમાં મળી આવી

અટલ સમાચાર, વડગામ (જગદીશ) વડગામ તાલુકાના રૂપાલ ગામમાંથી બુધવારના બપોરના સમયે અચાનક ગુમ થયેલી કિશોરી રૂપાલની સીમમાં આવેલા કૂવામાંથી બેભાન અવસ્થામાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળેથી કિશોરીના ભાઇ સેધાભાઇ મારૂંએ જણાવેલ હકીકત મુજબ તેમની બેન ચંન્દ્રીકાબેન ધર્માભાઇ મારૂં ઉ.વ.૧૭ જે બુધવારના બપોરના અંદાજે ૩ વાગ્યાના સુમારે તેમના ઘરેથી આવું તેમ કહીને ઘરેથી
 
વડગામ: રૂપાલ ગામમાંથી ગુમ કિશોરી કૂવામાંથી બેભાન હાલતમાં મળી આવી

અટલ સમાચાર, વડગામ (જગદીશ)

વડગામ તાલુકાના રૂપાલ ગામમાંથી બુધવારના બપોરના સમયે અચાનક ગુમ થયેલી કિશોરી રૂપાલની સીમમાં આવેલા કૂવામાંથી બેભાન અવસ્થામાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

ઘટના સ્થળેથી કિશોરીના ભાઇ સેધાભાઇ મારૂંએ જણાવેલ હકીકત મુજબ તેમની બેન ચંન્દ્રીકાબેન ધર્માભાઇ મારૂં ઉ.વ.૧૭ જે બુધવારના બપોરના અંદાજે ૩ વાગ્યાના સુમારે તેમના ઘરેથી આવું તેમ કહીને ઘરેથી નિકળી હતી. ત્યારબાદ મોડે સુધી ઘરે ન આવતાં કુટુંબીજનો હોફળા ફોફળા બની ગયા હતા. આખી રાત આજુબાજુના ખેતરોમાં તેમજ ગામ સહિત સગાં સંબંધીઓના ત્યાં તપાસ કરી હતી, પરંતુ આ કિશોરીની કોઇજ ભાળ ન મળતાં હારી થાકીને ચિંતિત બની ગયા હતા. ગુરુવાર સવારે પણ આ યુવતીની આજુબાજુના ગામડાઓ સહીતમાં સઘન તપાસ કરી હતી છતાં પણ કોઇજ ભાળ ન મળતાં કુટુંબીજનો માથે આભ તુટી પડ્યું હતું. ગામના જ એક યુવક પર શંકા જતાં તપાસ કરી હતી પણ આ યુવક પણ ન મળતાં કંઇક અજુગતું બન્યું હોવાનુ શંકાઓ ઘેરી બની હતી. યુવકને બોલાવીને કિશોરના કુટુંબીજનો સાથે મેળાપ કરીને વાતચીત કરાવી હતી પરંતુ યુવકે કિશોરીનો કોઇજ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું.

આ યુવકની પુછપરછ કર્યો ના બે ત્રણ કલાક બાદ યુવક જે ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો તે ખેતરના કૂવા આસપાસ બકરાં ચરાવતા યુવકને કૂવામાંથી કોઈનો અવાજ આવતો હોવાનું માલુમ પડતાં બકરાં ચરાવતા યુવકે ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલિક આવીને જોતા કોઇ પડ્યું હોવાનું જણાયું હતું અને કિશોરી ના કુટુંબીજનોને જાણ કરતાં દોડી આવ્યા હતાં.

આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખાટલો લાવીને કિશોરીને બહાર નિકાળી હતી. કિશોરી ને તાત્કાલિક ૧૦૮ વાન દ્વારા દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી, અને છાપી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કૂવામાં કિશોરી મળી આવી તે સ્થિતિ શંકાના ઘેરામાં

કિશોરીના ભાઇ સેધાભાઇ મારૂં એ જણાવ્યું હતું કે આ કૂવામાં અમે પહેલાં તપાસ કરી હતી પણ તે સમયે કૂવામાં કોઇજ ના હતું તો આ કૂવામાં આવી કેવી રીતે તે બાબતે શંકાઓ વ્યક્ત કરી હતી. કિશોરીના પાછળ દુપટ્ટાથી તેના ચપ્પલ બાંધેલા હતા. કોઈક ઇસમ દ્વારા કિશોરીને પુછતાં અર્ધ અવસ્થામાં કિશોરીએ કોઇકે ફેંકી હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.