વડગામઃ વિશ્વ મહિલા દિવસે શાળામાં રેલી યોજાઈ

અટલ સમાચાર, વડગામ વડગામમાં વિશ્વ મહિલા દીવસે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા પ્રાથમિક શાળા-૧ના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી યોજી લોકોને જાગૃત કરાયા હતા. આરોગ્ય વિભાગના અલકાબેન દ્વારા લીલી જંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બેટી બચાવો, બેટી વધાવો, બાળકોને પોલીઓની રસી આપોવો જેવા સૂત્રોના પોસ્ટર બાળકોના હાથમાં આપવામાં આવ્યા હતા. રેલી પૂરી થયા
 
વડગામઃ વિશ્વ મહિલા દિવસે શાળામાં રેલી યોજાઈ

અટલ સમાચાર, વડગામ

વડગામમાં વિશ્વ મહિલા દીવસે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા પ્રાથમિક શાળા-૧ના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી યોજી લોકોને જાગૃત કરાયા હતા. આરોગ્ય વિભાગના અલકાબેન દ્વારા લીલી જંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બેટી બચાવો, બેટી વધાવો, બાળકોને પોલીઓની રસી આપોવો જેવા સૂત્રોના પોસ્ટર બાળકોના હાથમાં આપવામાં આવ્યા હતા. રેલી પૂરી થયા પછી શાળાના આચાર્ય, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.વિક્રમભાઈ ગઢવી સહિત અધિકારીઓએ બાળકોને વિશ્વ મહિલા દીવસની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન તાલુકાના આરોગ્ય વિભાગના માહિતી અધિકારી ડોડીયા ભાઈએ સંભાળ્યું હતું.