ધરપકડ@વાડજ: શેર બજારની ઓફિસમાં અનઅધિકૃત પ્રવૃત્તિ કરતાં 2 આરોપી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદની વાડજ પોલીસે રેઈડ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં બન્ને આરોપી ગેરકાયદેસર રીતે શેરમાર્કેટમાં સોદા પાડવા માટેનુ સોફ્ટવેર ઉપયોગ કરી રહ્યા હતા. શેર માર્કેટની ઓફિસમાં તેઓ બન્ને જણ અનઅધિકૃત રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હતા. જેથી પોલીસે અચાનક રેઈડ કરી આરોપીને દબોચી લેપટોપ તથા મોબાઈલ સહીતનો મુદ્દામાલ
 
ધરપકડ@વાડજ: શેર બજારની ઓફિસમાં અનઅધિકૃત પ્રવૃત્તિ કરતાં 2 આરોપી ઝબ્બે

 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદની વાડજ  પોલીસે રેઈડ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં બન્ને આરોપી ગેરકાયદેસર રીતે શેરમાર્કેટમાં સોદા પાડવા માટેનુ સોફ્ટવેર ઉપયોગ કરી રહ્યા હતા. શેર માર્કેટની ઓફિસમાં તેઓ બન્ને જણ અનઅધિકૃત રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હતા. જેથી પોલીસે અચાનક રેઈડ કરી આરોપીને દબોચી લેપટોપ તથા મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના વાડજમાં આવેલ એક શેર માર્કેટની કંપનીમાં ગેરકાયદેસર પ્રવૃતી ચાલી રહી હતી. સ્ટોક એક્ષચેન્જને જ માત્ર જે સોફ્ટવેર ઉપયોગ કરવાની સત્તા હોય છે. એવા ગોલ્ડમાઈન સોફ્ટવેરનો ઉપયોગ આ ઓફિસમાં થઈ રહ્યો હતો. જેથી પોલીસે અચાનક રેઈડ કરી વાડજ વિસ્તારમાં આવેલ શેર માર્કેટની ઓફિસમાં કાર્યવાહી કરી હતી. જેમાં બે આરોપી પોલીસના સંકજામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શેર બજારની ઓફિસમાં સોદા સ્ટોક એક્ષચેન્જ દ્વારા થતા હોય છે. પરંતુ ઝડપાયેલા આરોપી શેર માર્કેટમાં ડબ્બા ટ્રેડીંગ કરતા હતા. ઉપરાંત આરોપીઓ પાસે આ સોફ્ટવેર કેવી રીતે આવ્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પકડેલા આરોપીનુ નામ વાસુભાઇ પટેલ અને કરણ ઠક્કર હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસ આ મામલે સેબીને પણ લેખીતમાં જાણ કરશે.