વડગામ: બસુ ખાતે રીચાર્જિંગ બોરવેલનું કલેકટરના હસ્તે લોકાપર્ણ કરાયુ

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ખાતે જનભાગીદારીથી બનાવેલ રીચાર્જિંગ બોરવેલનું કલેકટર સંદીપ સાગલેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરે રિચાર્જિગં બોરવેલ બનાવનાર દાતાને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે કોઇપણ કામ કેટલા રૂપિયાનું છે તે મહત્વનું નથી પરંતુ આ કામ માટે દાતાએ આપેલા દાન અને તેમની ભાવનાને સલામ છે.
 
વડગામ: બસુ ખાતે રીચાર્જિંગ બોરવેલનું કલેકટરના હસ્તે લોકાપર્ણ કરાયુ

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ખાતે જનભાગીદારીથી બનાવેલ રીચાર્જિંગ બોરવેલનું કલેકટર સંદીપ સાગલેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરે રિચાર્જિગં બોરવેલ બનાવનાર દાતાને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે કોઇપણ કામ કેટલા રૂપિયાનું છે તે મહત્વનું નથી પરંતુ આ કામ માટે દાતાએ આપેલા દાન અને તેમની ભાવનાને સલામ છે.

તેમણે કહ્યું કે બસુ ગામના લોકો અને ગ્રામ પંચાયત ખુબ સરસ કામ કરે છે. ગામમાં બનાવેલ રિચાર્જિગ બોરવેલથી જળસંચય થશે અને પાણીના તળ ઉંચા આવશે. જળ શક્તિ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ અને આપણા જિલ્લામાં કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે વોટર રીચાર્જ માટે તાજેતરમાં કેન્દ્ર સરકારની ટીમે આપણા જિલ્લાની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે કૃષિ અને સૂક્ષ્મે પિયત પધ્ધતિ અપનાવવામાં બનાસકાંઠા જિલ્લો રાજય અને દેશમાં અગ્રેસર છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહે જણાવ્યું કે પાણી વિના માનવ, પશુ, પક્ષી સહિત જીવસૃષ્ટિ નું અસ્તિત્વ શક્ય જ નથી ત્યારે પાણી અને પર્યાવરણનું જતન કરવું તે આપણી જવાબદારી છે. તેમણે કહ્યું કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં રહે તેવા જળસંચયના કામો કરી પાણીનો સંગ્રહ અને સંચય કરીએ. શાહે સરપંચોને અનુરોધ કરતાં કહ્યું કે જળ શક્તિ અભિયાન અંતર્ગત દરેક ગામમાં વિરાટપાયે જળ સંચયના કામો કરવામાં આવે તે જરૂરી છે.

બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અશ્વિનભાઇ સક્સેનાએ રાજય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની સરાહના કરતાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં જન ભાગીદારીથી જળ શક્તિ ક્ષેત્રે ખુબ સરસ કામ થયું છે. વાસ્મોના યુનિટ મેનેજર જે. કે. પટેલે વાસ્મો ધ્વારા કરવામાં આવતી કામગીરી પાણી વિતરણ અને પાણી રીચાર્જિગની માહિતી આપી હતી.

આ પ્રસંગે બોરવેલ બનાવનાર દાતાઓ તથા જળસંચય ક્ષેત્રે શ્રેષ્ઠય કામગીરી કરનાર સરપંચોનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ મોફીદભાઇ ચૌધરી, પ્રાંત અધિકારી એ. ડી. જોષી, મામલતદાર ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એ. એમ. પરમાર સહિત અધિકારીઓ, સરપંચો, ગામના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.