વડગામ: તેનીવાડા ગ્રામ સચિવાલયનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ખાતે એક વર્ષ પહેલાં કલેકટર પંચાયતના રેકર્ડ તપાસવા આવ્યા હતા તે સમયે પંચાયત ઘર બનાવવા માંગ કરવામાં આવી હતી. ત્યારે કલેકટર બ.કા દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી નાણા ચૂકવીને તેનીવાડામાં નવિન ગ્રામ સચિવાલય બનાવાયું હતું. ગ્રામ સચિવાલયનુ ઉદધાટન કલેકટર બનાસકાંઠા સંદિપ સાગલે અને બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય
 
વડગામ: તેનીવાડા ગ્રામ સચિવાલયનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી)

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ખાતે એક વર્ષ પહેલાં કલેકટર પંચાયતના રેકર્ડ તપાસવા આવ્યા હતા તે સમયે પંચાયત ઘર બનાવવા માંગ કરવામાં આવી હતી. ત્યારે કલેકટર બ.કા દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી નાણા ચૂકવીને તેનીવાડામાં નવિન ગ્રામ સચિવાલય બનાવાયું હતું. ગ્રામ સચિવાલયનુ ઉદધાટન કલેકટર બનાસકાંઠા સંદિપ સાગલે અને બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સકસેનાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

વડગામ: તેનીવાડા ગ્રામ સચિવાલયનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેનીવાડા ગ્રામજનો એકતાના શુર સાથે ભેગા મળીને બેઠા હતાં. નવિન ગ્રામ સચિવાલયના ૧૦ લાખ જેટલી માતબર રકમ કલેકટર બનાસકાંઠાની ગ્રાંન્ટમાંથી ચુકવામાં આવી હતી. નવા ગ્રામ સચિવાલયના લોકાર્પણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરાયુ હતું.

વડગામ: તેનીવાડા ગ્રામ સચિવાલયનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

જી.પં સદસ્ય અશ્વિન સકસેનાએ જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક ગરીબલક્ષી યોજનાઓ ખેડુતો, યુવાનો, મહીલાઓ માટે આપી છે. સ્વચ્છતાનો સંદેશ આપી ભારત દેશમાં સ્વચ્છતાની જાગ્રતા કેળવી અને આગામી સમયમાં જળ શક્તિ થકી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રાખવા રીચાર્જ કુવા/ખાલી ઊંડા તળાવ વગેરેમાં વરસાદી પાણી ઉતારવા જન ભાગીદારી નું આહવાન કર્યું છે. ત્યારે આપણે દેશના સાચા નાગરીક તરીકે સ્વચ્છતા અભીયાન અને પાણી બચાવવા પર પુરતું ધ્યાન આપવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ ટીડીઓ, તેનીવાડા સરપંચ રિઝવાના બેન જગરાળા, તેનીવાડા તલાટી જીગરભાઇ ચૌધરી, સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં
.