વડગામ: ૯ હોમગાર્ડ જવાનો વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી) વડગામ તાલુકાના હોમગાર્ડ યુનિટમાં કમાન્ડીગ ઓફીસર તરીકે ફરજ બજાવતા ઓફીસર તેમજ ૯ હોમગાર્ડ નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. વડગામ થી મગરવાડા જવાના એક ફાર્મ હાઉસ પર વડગામ તાલુકાના હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા કમાન્ડીગ ઓફીસર નટવરભાઇ પરમાર,તેમજ હોમગાર્ડ જસવંતભાઇ.કે.પરમાર, કાશીરાભાઇ શ્રીમાળી, ભીખ્ખનખાન કુરેશી, કાન્તીલાલ પરમાર, બિસ્મિલ્લા ખાન જમાદાર, રમુજી.એચ.સોલંકી, બાબુભાઈ.એસ.પરમાર,
 
વડગામ: ૯ હોમગાર્ડ જવાનો વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)

વડગામ તાલુકાના હોમગાર્ડ યુનિટમાં કમાન્ડીગ ઓફીસર તરીકે ફરજ બજાવતા ઓફીસર તેમજ ૯ હોમગાર્ડ નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. વડગામ થી મગરવાડા જવાના એક ફાર્મ હાઉસ પર વડગામ તાલુકાના હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા કમાન્ડીગ ઓફીસર નટવરભાઇ પરમાર,તેમજ હોમગાર્ડ જસવંતભાઇ.કે.પરમાર, કાશીરાભાઇ શ્રીમાળી, ભીખ્ખનખાન કુરેશી, કાન્તીલાલ પરમાર, બિસ્મિલ્લા ખાન જમાદાર, રમુજી.એચ.સોલંકી, બાબુભાઈ.એસ.પરમાર, અરુણભાઈ.સી.રાવલ, બાબુલાલ.જી.પરમાર સહીતના હોમગાર્ડ જવાનો વય નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.

સમારંભમાં વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકી તેમજ હોમગાર્ડ ઓફીસર જે.બી.રાઠોડ,એન.ટી.સાણોદરીયા (જુનીયર ક્લાર્ક) વડગામ પંચાયતના સદસ્ય અને કોગ્રેસ અગ્રણી ભગવાનસિહ ગુલાબસિહ સોલંકી સહીત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહીને વય નિવૃત થનાર કર્મિઓને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને માનભેર વિદાય અપાઇ હતી. વડગામ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા વડગામના સરપંચ ભગવાનસિહ સોલંકીનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વડગામ તાલુકા હોમગાર્ડ યુનિટના કમાન્ડીગ ઓફીસર તરીકેનો ચાર્જ જે.બી.રાવલને આપવામાં આવ્યો હતો.