ખળભળાટ@વડગામ: પરણાવેલી દિકરી પિયરથી 13 લાખની ચોરી કરી બીજા યુવક સાથે ભાગી, 2 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર વડગામ તાલુકાના ગામેથી પરવાણેલી યુવતિ પોતાના જ ઘરેથી 13 લાખની ચોરી કરી યુવક સામે ભાગી હોવાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ગામની ખેડૂતની બંને દીકરીઓના લગ્ન થયા બાદ આરોપી દીકરી બેનની સાસરીમાં અવાર-નવાર જતી હોઇ યુવક સાથે પરિચય થયો હતો. જે બાદમાં આરોપી યુવતિ પોતાના જ
 
ખળભળાટ@વડગામ: પરણાવેલી દિકરી પિયરથી 13 લાખની ચોરી કરી બીજા યુવક સાથે ભાગી, 2 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

વડગામ તાલુકાના ગામેથી પરવાણેલી યુવતિ પોતાના જ ઘરેથી 13 લાખની ચોરી કરી યુવક સામે ભાગી હોવાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ગામની ખેડૂતની બંને દીકરીઓના લગ્ન થયા બાદ આરોપી દીકરી બેનની સાસરીમાં અવાર-નવાર જતી હોઇ યુવક સાથે પરિચય થયો હતો. જે બાદમાં આરોપી યુવતિ પોતાના જ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ને રોકડ રકમ મળી 13 લાખની ચોરી કરી ભાગી ગઇ હતી. સમગ્ર મામલે ખુદ યુવતિના પિતાએ જ પોતાની દીકરી અને તેના પરિચયમાં આવેલ યુવક સામે નામજોગ ગુનો દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના છનિયાણા ગામેથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છનિયાણા ગામના દલજીભાઇ પરથીભાઇ ચૌધરી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દલજીભાઇની બંને દીકરીઓના લગ્ન થયા બાદ તેઓ પોતાની સાસરીમાં રહેતી હતી. આ દરમ્યાન પિયર છનિયાણામાં આવેલ મનિષા ચૌધરી 25 જૂનના રોજ સવારે દસેક વાગ્યે પાલનપુર દાંતના દવાખાને જવાનું કહી નીકળી હતી. આ સાથે ત્યાં જ સીધા પોતાની સાસરીમાં જવાનું કહ્યુ હતુ. જોકે બીજા દિવસે મનિષાને ફોન કરતાં તેનો ફોન બંધ આવતાં ચિંતાતુર થઇ પિતાએ જમાઇને ફોન કર્યો હતો. જોકે મનિષા પોતાની સાસરીમાં પણ ગઇ ન હોવાનું ખુલતાં પિતાઅ શોધખોળ કર્યા બાદ વડગામ પોલીસ મથકે ગુમ યુવતિ અંગે અરજી આપી હતી.

ખળભળાટ@વડગામ: પરણાવેલી દિકરી પિયરથી 13 લાખની ચોરી કરી બીજા યુવક સાથે ભાગી, 2 આરોપી
File Photo

આ દરમ્યાન દલજીભાઇને વાતોવાતમાંથી જાણવા મળેલ કે, તેમની દીકરી મનિષા બીજી દીકરીની સાસરીમાં અવાર-નવાર જતી હતી. જ્યાં ધનાલીના પ્રકાશ બાબુભાઇ માજીરાણા સાથે સંપર્કમાં આવતાં બંનેને પરિચય થતાં બંને ભાગી ગયા છે. જેથી શંકાના આધારે દલજીભાઇએ પોતાના ઘરમાં તપાસ કરતાં પેટીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના કિ.રૂ.13,00,000 જોવા મળ્યાં ન હતા. આ સાથે ગત દિવસોએ ભેંસ વેચ્યાં બાદ આવેલા રોકડ રકમ રૂ.70,000 પણ મળ્યાં ન હતા. જેથી યુવતિના પિતાએ પોતાની જ દીકરી અને તેના પરિચયમાં આવેલ ઇસમ વિરૂધ્ધ કુલ કિં.રૂ.13,70,000ની ચોરીની ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વડગામ પોલીસે બંને યુવક-યુવતિ સામે આઇપીસી કલમ 380, 114 મુજબ ગુનો નોંધતાં હાલ પીએસઆઇ અલ્પેશભાઇ રબારીએ વધુ તપાસ હાથ ધરી છે.