વડનગર: માલ વેચીને આવતા વેપારી પાસેથી 2.50 લાખની લૂંટ કરી ફરાર

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં લૂંટારૂઓ બેફામ બન્યા હોય તેમ હવે વડનગરમાં પણ લૂંટની ઘટના સામે આવી છે. વડનગરમાં અગાઉ વેચેલા માલના પૈસા લઇ વેપારી પરત આવી રહ્યા હતા. વિસનગર તરફ જતા દરમ્યાન પુર્વતૈયારીના ભાગરૂપે લૂંટારૂઓએ નંબર વગરની ગાડી લઇ પીછો કર્યો હતો. જ્યાં માર્ગ પર વેપારીને અટકાવી ચાર અજાણ્યા ઇસમો 2.50 લાખની લૂંટ મચાવી
 
વડનગર: માલ વેચીને આવતા વેપારી પાસેથી 2.50 લાખની લૂંટ કરી ફરાર

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં લૂંટારૂઓ બેફામ બન્યા હોય તેમ હવે વડનગરમાં પણ લૂંટની ઘટના સામે આવી છે. વડનગરમાં અગાઉ વેચેલા માલના પૈસા લઇ વેપારી પરત આવી રહ્યા હતા. વિસનગર તરફ જતા દરમ્યાન પુર્વતૈયારીના ભાગરૂપે લૂંટારૂઓએ નંબર વગરની ગાડી લઇ પીછો કર્યો હતો. જ્યાં માર્ગ પર વેપારીને અટકાવી ચાર અજાણ્યા ઇસમો 2.50 લાખની લૂંટ મચાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઇ વેપારીએ વડનગર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગર શહેરમાં પંથકના વેપારીએ અગાઉ કેટલોક માલ વેચ્યો હતો. જેના પૈસાની ઉઘરાણી પતાવી વેપારી યોગેન્દ્ર પટેલ વડનગરથી વિસનગર તરફ આવી રહ્યા હતા. આ દરમ્યાન ગ્રે કલરની નંબર વગરની ઇનોવા ગાડીમાં આવેલા ઇસમોએ વેપારીની કાર થોભાવી હતી. વેપારી બચાવ કરે તે પહેલા લૂંટારૂઓ 2.50 લાખની રકમ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. લૂંટ દરમ્યાન આરોપીઓએ વેપારીને ગળા, કાન તથા હાથ ઉપર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે વેપારીએ અજાણ્યો લૂંટારૂ ઇસમો વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.