વડનગરઃ ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શન જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના વડનગર સાતસો સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. ખેડૂત તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શનમાં રાજ્યસભાના સંસદ સભ્ય જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિએ ભારતની પરંપરાગત ખેતી છે જેના વિવેકપુર્ણ ઉપયોગ થકી ખેડુતોનો વિકાસ થવાનો છે. અટલ સમાચાર
 
વડનગરઃ ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શન જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના વડનગર સાતસો સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. ખેડૂત તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શનમાં રાજ્યસભાના સંસદ સભ્ય જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિએ ભારતની પરંપરાગત ખેતી છે જેના વિવેકપુર્ણ ઉપયોગ થકી ખેડુતોનો વિકાસ થવાનો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લાના ખેડુતોને લાભ થાય તે માટે સરકાર દ્વારા પી.એમ.કિસાન સન્માન નિધિના તમામ લાભાર્થી ખેડુતોને કે.સી.સી કાર્ડ આપવાની ઝુંબેશ હાથ ધરાય છે. પી.એમ. કિસાનના ખેડૂત લાભાર્થીઓએ નજીકની સર્વિસ એરિયાની બેંક શાખાનો સંપર્ક કરી કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવી. ખેડૂત લાભાર્થીઓ હાલ કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવે છે અને તેમની ક્રેડીટ લીમીટમાં વધારો કરવા અથવા પોતાના ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો જેવા કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ કરી ક્રેડીટ લીમીટમાં વધારો કરવા પણ આ ખાસ ઝુંબેશ દરમ્યાન તેઓની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે.

વડનગરઃ ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શન જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ તાતી અને સમયની જરૂરીયાત છે. ખેડુતોના સાર્વત્રિક,સાતત્યપુર્ણ અને સર્વાંગિ વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે. જિલ્લાના ઘણા પ્રગતિશીલ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવતા થયા છે. કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વે ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, અજમલજી ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારી વિશાલ ભટ્ટ નાયબ ખેતી નિયામક તાલીમ એ.આર.ગામી, જિલ્લાના અધિકારીઓ, ખેતી નિયામક અધિકારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.