વડોદરા: માસ્કનો દંડ ભરવા પહોંચેલા પૂર્વ સાંસદને PSIએ રોફ જમાવતા 2 લાફા ઝીંકી દીધા

અટલ સમાચાર, ડેસ્ક અખિલ ભારતીય યૂથ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન બુધવારે સાંજે કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને એક હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું. જોકે, પર્સ સાથે ન હોવાથી તેમણે તેમના ભાઈ સત્યજિતને દંડ ભરવા માટે સ્થળ પર
 
વડોદરા: માસ્કનો દંડ ભરવા પહોંચેલા પૂર્વ સાંસદને PSIએ રોફ જમાવતા 2 લાફા ઝીંકી દીધા

અટલ સમાચાર, ડેસ્ક

અખિલ ભારતીય યૂથ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન બુધવારે સાંજે કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને એક હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું. જોકે, પર્સ સાથે ન હોવાથી તેમણે તેમના ભાઈ સત્યજિતને દંડ ભરવા માટે સ્થળ પર બોલાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા કૉંગ્રેસ તરફથી આ મામલે આજે પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી. આ મામલે પોલીસ કમિશનર તરફથી યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ સાંસદ જ્યારે દંડ ભરવા ગયા હતા તે સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ દરમિયાન પોલીસે સત્યજિત ગાયકવાડને જણાવ્યું હતું કે, તેમની પાસે દંડની પાવતી ખતમ થઈ ગઈ છે. આથી તેમણે દંડ ભરવા માટે પોલીસ સ્ટેશન આવવું પડશે. આ દરમિયાન સત્યજિત ગાયકવાડે પોલીસ સ્ટેશન જવાનો વિરોધ કરતા પીએસઆઈએ તેમની સાથે ઝપાઝપી કરીને બે લાફા ઝીંકી દીધા હતા. સત્યજિત ગાયકવાડનો આક્ષેપ છે કે એક સમયે પીએસઆઈએ એવી ધમકી પણ આપી હતી કે તેઓ તેમના ઘરે જઈને કેસ કરશે અને તેમને વોન્ટેડ પણ જાહેર કરશે.